GUJARAT

કોરોના મહામારી દરમિયાન સફાઇ કર્મચારીને કોરોના યોદ્ધા ગણાવ્યા પણ પગાર માટે ઠાગાઠૈયા

 473 Total Views

બોરસદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પાલિકા દ્વારા બે માસનો પગાર નહિ ચૂકવાતા સફાઈ કર્મચારીઓ એકાએક હડતાળ ઉપર ઉતરી જતાં નગરમાં ઠેરઠેર કચરાના ઢગલાઓ ખડકાયા છે. એક તરફ કોરોના જેવી મહામારી તેમજ ઋતુજન્ય બીમારીના વાવરને લઈ શહેરની હોસ્પિટલો ઊભરાઈ રહી છે ત્યારે કામદારોની હડતાળના કારણે ગંદકી અને કચરાના ઢગ ભેગા થતાં શહેર નર્કાગાર બની ગયુ છે.

બોરસદ નગરપાલિકા પાસે હાલ સફાઈ કર્મચારીઓના પગાર માટે ભંડોળના હોઈ પાલિકા દ્વારા ઓફિસ કર્મચારીઓનો બે માસનો પગાર કરવામાં આવ્યો નથી. જેને લઈ સફાઈ કર્મચારીઓએ સોમવારે પાલિકામાં દેકારો મચાવી લઈ જયાં સુધી પગાર મળે નહિં ત્યાં સુધી હડતાળનું શસ્ત્ર ઉગામતા શહેરમાં સાફસફાઈનું કામ અટકી ગયું હતું

આ અંગે બોરસદ નગરપાલિકાના પ્રમુખ રમેશાભાઇ રબારીએ કહ્યું હતું કે, શહેરના દરેક વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાઈ ગયા છે. શહેરમાં કચરાના ઢગલાઓને લઈ શહેરીજનોની પરેશાનીમાં વધારો થયો છે ત્યારે આ અચોક્કસ મુદ્દતની હડતાળ લાંબો સમય ચાલશે તો શહેરમાં ઠેર-ઠેર કચરાના ઢગમાં વધારો થતાં કોરોના અને ઋતુજન્ય વાવર વચ્ચે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.

પ્રમુખને સફાઈ કર્મીઓના પગાર મુદ્દે પૂછતાં તેઓએ હાલ નગરપાલિકા પાસે કોઈ આવક નથી અને તમામ પાવર ચીફ ઓફિસરને છે અને ચીફ ઓફિસર જ્યારથી હડતાલ શરુ થઇ ત્યારથી ફરજ પર ગેરહાજર છે તેવું જવાબ આપી પોતાની જવાબદારી માંથી છટકતા જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published.