India

કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દેશભરમાં બધાને મફતમાં કોરોના વાયરસની રસી આપવામાં આવશે.

 1,285 Total Views

આખા દેશ (India)માં કોરોના વેક્સીન (Corona Vaccine)નું ડ્રાય રન શરૂ થઇ ચૂકયું છે. વેક્સીનનું ડ્રાય રન દરેક રાજ્યની રાજધાનીમાં થઇ રહ્યું છે. હેતુ એ છે કે રાજ્યોના છેવાડા સુધી રસીને પહોંચાડી શકાય. મળતી માહિતી પ્રમાણે દરેક સેન્ટર પર 25 લોકોને વેક્સીન આપવાની છે. વેક્સીનેશન (Vaccination)ની પ્રક્રિયા આ સૌથી મોટો ટેસ્ટ છે.

આ બધાની વચ્ચે કેન્દ્રની મોદી સરકારે આજે કોરોના વાયરસની રસી લગાવાને લઇ મોટી જાહેરાત કરી. કેન્દ્ર સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે દેશભરમાં બધાને મફતમાં કોરોના વાયરસની રસી આપવામાં આવશે.

આપને જણાવી દઇએ કે દેશભરમાં આજથી કોરોના વાયરસની રસીનું ડ્રાય રન શરૂ થઇ ગયું છે. આજે વેક્સીનના ડ્રાઇ રનનો બીજો તબક્કો શરૂ થયો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ડ્રાઇ રન માટે સેન્ટર બનાવામાં આવ્યું છે.

જાણી લો કે ડ્રાય રનમાં ટ્રેનર સ્વાસ્થયકર્મી સામેલ થઇ રહ્યા છે. ડ્રાઇ રનનો પહેલો તબક્કો 28-29 ડિસેમ્બર 2020ના રોજ શરૂ થયો હતો. પહેલા તબક્કામાં અસમ, આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબમાં શરૂ થયો હતો.

ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સીન સાથે જોડાયેલું આ અભિયાન દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. દેશના 116 જિલ્લાના 259 કેન્દ્રોમાં ડ્રાઇ રન થઇ રહ્યું છે.

આપને જણાવી દઇએ કે દિલ્હીમાં પણ કોરોના વેક્સીન મફ્તમાં અપાશે. દરરોજ 1 લાખ લોકોને કોરોના રસી અપાશે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈન એ કહ્યું કે પહેલાં હેલ્થકેર વર્કર્સને કોરોના રસી અપાશે.

Leave a Reply

Your email address will not be published.