India

સીબીઆઇએ બ્રિટનની આ બંને કંપનીઓ સામે એફઆઇઆર નોંધી હતી.

 1,254 Total Views

ભારતમાં ફેસબુકના યૂઝર્સનો પર્સનલ ડેટા ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરવાના આરોપસર સીબીઆઇએ બ્રિટન સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રિસર્ચ સેન્ટર સામે ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. સીબીઆઇએ જુલાઈ ૨૦૧૮માં કથિત ડેટા ચોરી અંગે કેન્દ્રીય આઈટી મંત્રાલય દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીના આધારે આ મામલામાં પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. ૧૯ જાન્યુઆરીએ સીબીઆઇએ બ્રિટનની આ બંને કંપનીઓ સામે એફઆઇઆર નોંધી હતી. એફઆઇઆર અનુસાર ફેસબુક દ્વારા આરોપ મુકાયો છે કે બ્રિટનની ડેટા ફર્મ દ્વારા ૫,૬૨,૦૦૦ ભારતીય યૂઝર્સના પર્સનલ ડેટા લીક કરાયાં હતાં. ભારતમાં ફેસબુકના ૨૦ કરોડથી વધુ યૂઝર્સ છે.

કેવી રીતે ચોરાયો ફેસબુકના ભારતીય યૂઝર્સનો ડેટા?

સીબીઆઇની તપાસ અનુસાર ગ્લોબલ સાયન્સ રિસર્ચના ડિરેક્ટર એલેક્ઝાન્ડર કોગાને thisisyourdigitallife નામની મોબાઇલ એપ તૈયાર કરી હતી. આ એપને ફેસબુકની પોલિસી પ્રમાણે ફક્ત એકેડેમિક અને રિસર્ચના હેતુ માટે જ ચોક્કસ ડેટા એકત્ર કરવાની પરવાનગી અપાઈ હતી. જોકે આ એપના માધ્યમથી યૂઝર્સ અને તેમના ફેસબુક ફ્રેન્ડસનો ડેટા ગેરકાયદેસર રીતે એકઠો કરાયો હતો. આ ડેટામાં વ્યક્તિની પર્સનલ માહિતી, પ્રાઇવેટ મેસેજ વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં ૩૩૫ યૂઝર્સે આ એપ ડાઉનલોડ કરી હતી. પરંતુ આકંપનીઓએ ૩૩૫ યૂઝર્સ અને તેમના ફેસબુક ફ્રેન્ડ્સ મળીને અંદાજિત ૫,૬૨,૦૦૦ યૂઝર્સના ડેટાને એકત્ર કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.