India

દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં ઇઝરાઇલી દૂતાવાસ પાસે વિસ્ફોટ.

 1,234 Total Views

શુક્રવારે સાંજે દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં ઇઝરાઇલી દૂતાવાસ પાસે વિસ્ફોટ થયો હતો. રાહતની વાત એ હતી કે વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટના સ્થળે હાજર ઘણા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પણ જોવા જેવી વાત એ છે કે જ્યારે દિલ્હીમાં બિટિંગ રીટ્રીટ યોજાઇ રહી હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. ધડાકાની જગ્યા બિટિંગ રીટ્રીટથી દોઢ કિલોમીટર દૂર હતી. સ્પેશિયલ સેલ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર બોમ્બમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થવાની સંભાવના છે, કહેવામાં આવી રહ્યું છે કે તેમાં નાના બોલ બેરિંગ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

એક પરબિડીયું પણ મળી આવ્યું

ઇઝરાઇલ દૂતાવાસ નજીક બોમ્બ વિસ્ફોટની જવાબદારી હાલમાં કોઈ આતંકી સંગઠને લીધી નથી. આ ઘટના બાદ ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન પોલીસને ઇઝરાઇલ દૂતાવાસ સાથેનું એક પરબિડીયું પણ મળી આવ્યું હતું, જેમાં ઇઝરાઇલ દૂતાવાસને લઈ થોડી વાત કરવામાં આવી હતી. સાથે જ તપાસ એજન્સીઓને 3 સીસીટીવી કેમેરામાંથી પણ મહત્વના પુરાવા મળી આવ્યા છે.

હુમલો કરનાર મોટો સંદેશ આપવા માંગતો હતો

વિસ્ફોટ પાછળના કારણોની સંપૂર્ણ વિગતો તો તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાઇલી દૂતાવાસની બહાર વિસ્ફોટનું 29-29 કનેક્શન છે. ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ કરીને હુમલો કરનાર મોટો સંદેશ આપવા માંગતો હતો. ભારત અને ઇઝરાઇલે રાજદ્વારી મિત્રતાના 29 વર્ષ પૂર્ણ કર્યા છે. 29 મીએ જ બિટિંગ રીટ્રીટ યોજાઈ હતી અને સમય 5.05 મિનિટનો પસંદ કરવામાં આવ્યો. આ એ જ સમય છે જ્યારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિટિંગ રીટ્રીટ સમારોહ માટે વિજય ચોક પહોંચ્યા હતા.

માત્ર એક આઈ.ઈ.ડી.ની જાણકારી મળી

ગૃહ મંત્રાલય નક્કી કરશે કે કઈ એજન્સી આ કેસની તપાસ કરશે. જો એનઆઈએને કેસ આપવામાં આવે તો ગૃહ મંત્રાલયનો સીટીસીઆર વિભાગ ટૂંક સમયમાં જ જાહેરનામું બહાર પાડશે. સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધીમાં માત્ર એક આઈ.ઈ.ડી.ની જાણકારી મળી છે. ફોરેન્સિક પુરાવા એકત્રિત કર્યા પછી એકત્રિત કરવામાં આવેલા પુરાવા તપાસ માટે એનએસજીના રાષ્ટ્રીય બોમ્બ ડેટા સેન્ટર (એનબીડીસી)ને મોકલવામાં આવશે. એનએસજીની એનબીડીસી ટીમ પણ સ્થળની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.