Business

બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 8.41 અંક અથવા 0.02 ટકાના નજીવા ઘટાડા સાથે 37,973 નજીક બંધ આવ્યો…

 617 Total Views

દિવસભરની વધઘટ બાદ મંગળવારના અંતિમ સત્રમાં ભારતીય શેરબજાર સ્થિર રહી સેટલ થયા છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 8.41 અંક અથવા 0.02 ટકાના નજીવા ઘટાડા સાથે 37,973 નજીક બંધ આવ્યો. જ્યારે નિફ્ટી 50 આંક 5 પોઈન્ટ અથવા 0.04 ટકા ઘટીને 11,222 નજીક બંધ આવ્યો છે. આપને જણાવી દઈએ કે મંગળવારે શરૂઆતી સત્રમાં ભારતીય શેરબજારની ઓપનિંગ પોઝિટિવ રહી હતી.

બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ આજે 254 પોઈન્ટ અથવા 1.17 ટકા ગગડીને 21,411 નજીક સેટલ થયો છે. જ્યારે બીએસઈ પર મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.16 ટકા અને 0.01 ટકા ઘટીને બંધ આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે લગભગ 1170 સ્ક્રીપ્ટ્સમાં તેજી જ્યારે 1406 સ્ક્રીપ્ટમાં મંદી નોંધાઈ. જ્યારે 168 શેર્સ ફેરફાર વગર રહ્યા. રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો 7 પૈસા ગગડીને 73.86 પર બંધ આવ્યો છે.

ગ્લોબલ માર્કેટની રહી આવી ચાલ:

વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, FMCG, રિયલ્ટી, પાવર, ટેલિકોમ અને ફાઇનાન્સમાં મંદ વલણ જોવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ બીએસઈ પર માર્કેટ કેપ લગભગ 154 લાખ કરોડ રૂપિયા રહી. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો અમેરિકી માર્કેટમાં ડાઉ જોન્સ 1.51 ટકા, નાસ્કેડ 1.91 ટકા અને S&P ઇન્ડેક્સ 1.61 ટકા ઉછળીને બંધ રહ્યા. યુરોપિયન માર્કટેમાં બ્રિટેન, જર્મની, ફ્રાંસ અને રશિયાના શેર માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી. જ્યારે એશિયાઈ માર્કેટમાં શંઘાઈ કંપોઝિટ 0.52 ટકા વધીને સેટલ થયો. જ્યારે જાપાનનો નિક્કાઈ 0.30 ટકા અને હોંગકોંગનો હેંગસેંગ 0.56 ટકા ઘટીને બંધ આવ્યા.

Leave a Reply

Your email address will not be published.