Business

ઓસ્ટ્રેલિયા સરકારે ભારત સાથેના વ્યાપારિક સંબંધોને આગળ વધારવા માટે પૂર્વ ક્રિકેટર મેથ્યુ હેડનને ઓસ્ટ્રેલિયા-ભારત પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે…

 821 Total Views

ઓસ્ટ્રેલિયા સરકારે ભારત સાથેના વ્યાપારિક સંબંધોને આગળ વધારવા માટે પૂર્વ ક્રિકેટર મેથ્યુ હેડનને ઓસ્ટ્રેલિયા-ભારત પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. ૧૦૩ ટેસ્ટ, ૧૬૧ વન ડે રમેલા હેડને છેલ્લે ૨૦૦૭માં ભારત વિરુદ્ધ વન ડે રમી હતી. ટેસ્ટમાં ૩૦, વન ડેમાં ૧૦ સદી સાથે તેના નામે ટેસ્ટમાં ૩૮૦ રનની શાનદાર ઇનિંગનો રેકોર્ડ છે.
ઇન્ટર યુનિવર્સિટી ફેર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ, પૂનાના ખગોળવિદોએ બ્રહ્માંડમાં સૌથી દૂરના સ્ટાર આકાશગંગાઓમાંથી એકની શોધ કરી છે. AUDFs૦૧નામક આકાશગંગાની શોધ મલ્ટિ વેવલેન્થ સ્પેસ ઓબ્ઝર્વેટરી ‘એસ્ટ્રોસેટ’ના ઉપયોગથી કરી છે.
વર્લ્ડ વોચ

ઈ કોમર્સ કંપની એમેઝોનને અમેરિકામાં ડ્રોનથી ડિલિવરી માટે મંજૂરી મળી છે .
લેબનીઝ રાષ્ટ્રપતિ મિશેલ આઉને નવી સરકાર બનાવવા માટે રાજદ્વારી મુસ્તફ અદીબને અધિકૃત કર્યા છે.
ટયુનિશિયાની સંસદે હિચમે મેચીચીને નવા વડા પ્રધાન તરીકે મંજૂરી આપી છે.
ન્યૂઝ લાઈન

કેન્દ્ર સરકારે નોકરીઓમાં ખેલાડીઓની ભરતી કરવા માટે રમતગમતની સંખ્યામાં વધારો કર્યો છે. ટગ ઓફ વોર, મલખંભ અને પેરા-સ્પોટ્ર્સ જેવી ૨૦ નવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હાયર એજ્યુકેશન અંગેના સરવેમાં ઓક્સર્ફ્ડ યુનિવર્સિટી વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ ૨૦૨૧માં ટોચ પર છે; ભારતની કોઈ પણ સંસ્થાને ટોપ ૩૦૦માં સામેલ કરવામાં આવી નથી.
કેન્દ્રીય મંત્રીમંડળે જમ્મુ-કાશ્મીરમાં રાજભાષા વિધેયકને મંજૂરી આપી છે. જમ્મુ-કાશ્મીરમાં આધિકારિક ભાષાઓના રૂપમાં ઉર્દુ, કાશ્મીરી, ડોંગરી, હિન્દી અને અંગ્રેજી ભાષાને સમાવિષ્ટ કરવામાં આવી છે.
ન્યૂઝ મેકર્સ

બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ અનુસાર, અગ્રણી સ્પેસ કંપની સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક હવે વિશ્વની ત્રીજા નંબરની સૌથી ધનિક વ્યક્તિ છે. ૪૯ વર્ષીય અબજોપતિએ ફેસબુકના સહ-સ્થાપક માર્ક ઝુકરબર્ગને પાછળ છોડી દીધા છે. એલોન મસ્કની કુલ સંપત્તિ વધીને ૧૧૫.૪ અબજ ડોલર થઈ ગઈ છે જ્યારે ઝુકરબર્ગની સંપત્તિ ૧૧૦.૮ અબજ ડોલર હતી. પ્રથમ અને બીજા ક્રમે અનુક્રમે જેફ બેઝોસ અને બિલ ગેટ્સ છે.
નિયુક્તિ

એબીપી (આનંદ બજાર ગ્રૂપ) ગ્રૂપના અવિક સરકાર પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.
નિધન

ભારતરત્નથી સન્માનિત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું મગજની ગાંઠ અને કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. ૨૦૧૨થી ૨૦૧૭ સુધી તેમણે ૧૩મા રાષ્ટ્રપતિ તરીકે પદ શોભાવ્યું હતું. તેમની ઈચ્છાનુસાર તેમના પશ્ચિમ બંગાળસ્થિત જંગીપુર ખાતેના નિવાસસ્થાનના પ્રથમ માળને મ્યુઝિયમ તરીકે કાર્યરત કરાશે.
ભારતનાં પ્રથમ મહિલા ર્કાિડયોલોજિસ્ટ ડો.એસ.આઇ. પદ્માવતીનું નિધન થયું. તેમને ૧૯૬૭માં પદ્મભૂષણ અને ૧૯૯૨માં પદ્મવિભૂષણથી સન્માનિત કરાયાં હતાં.
યુનાઇટેડ સ્ટેટ્સ અને પાકિસ્તાનમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત કે.એસ.બાજપાઇનું ૯૨ વર્ષની વયે અવસાન થયું.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને લો કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ એ.આર. લક્ષ્મણનનું ૭૮ વર્ષની વયે અવસાન થયું.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડેવિડ કેપલ, જેણે ૧૯૮૭-૧૯૯૦માં ૧૫ ટેસ્ટ અને ૨૩ વનડે મેચ રમી હતી તેનું નિધન થયું હતું
રમતજગત

એન.ભાનુપ્રકાશ જોનાલગડ્ડાએ લંડનના માઈન્ડ સ્પોર્ટ્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડમેડલ જીત્યો
ઇંગ્લેન્ડમાં પાકિસ્તાન અને યજમાન ટીમ વચ્ચે રમાયેલી ૩ ટી ટ્વેન્ટિ મેચોની શૃંખલા ૧-૧થી બરાબર રહી. આ પૂર્વે પાકિસ્તાન ટેસ્ટ શૃંખલામાં યજમાન ટીમ સામે હાર્યું છે.
અર્થકારણ

એપ્રિલ-જૂન ક્વાર્ટર (ક્યૂ ૧) નો જીડીપી વૃદ્ધિદર ૨૩.૯% નોંધાયો. ૪૦થી વધુ વર્ષોમાં પ્રથમ વખત આટલું સંકોચન જોવા મળ્યું.
આર્થિક પડકારો છતાં દેશમાં ઓગસ્ટમાં રૂ.૮૬,૪૪૯ કરોડનું જીએસટી કલેક્શન થયું છે, ઓગસ્ટ ૨૦૧૯માં આ આંક રૂ.૯૮,૨૦૨ કરોડ હતો.
ટેલિકોમ કંપનીઓને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ સંબંધિત બાકી રકમની ચુકવણી માટે સુપ્રીમ કોર્ટે ૧૦ વર્ષનો સમય આપ્યો છે.
દેશવિદેશ

ચીનમાં તૈયાર થયેલી પબજી સહિતની ૧૧૮ મોબાઈલ એપ્લિકેશનને ભારતે પ્રતિબંધિત જાહેર કરી. ભારતમાં સાયબર સ્પેસની સુરક્ષા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું ઇલેક્ટ્રોનિક્સ અને ઇર્ન્ફ્મેશન ટેક્નોલોજી મંત્રાલયે જણાવ્યું છે.
વિદેશપ્રધાન એસ. જયશંકરે તેના નાઇજિરિયન સમકક્ષ જ્યોફ્રી ઓનેમા સાથે મંત્રણા કરી.

Leave a Reply

Your email address will not be published.