GUJARAT

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં વિધાનસભાનું સત્ર 21થી 25 સપ્ટેમ્બર સુધી 5 દિવસ માટે મળશે…

 418 Total Views

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર બાબતે તારીખ નિશ્ચિત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં વિધાનસભાનું સત્ર 21થી 25 સપ્ટેમ્બર સુધી 5 દિવસ માટે મળશે. જેમાં 24 સુધારા સાથેના બિલ રજૂ થશે. જ્યારે કોવિડની મહામારીની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટનસિંગ અને ટેસ્ટ બાબતે પણ નિર્ણય લેવામાં આવ્યા છે.

કેબિનેટની બેઠકમાં વિધાનસભાના સત્ર બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. 21થી 25 સપ્ટેમ્બર સુધી મળનારા વિધાનસભા સત્ર ઐતિહાસિક બની રહેશે તેવું રાજ્યના ગૃહમંત્રી અને વૈધનિક બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે. કારણ કે આ સત્રમાં 24 સુધારા સાથેના અને નવા બિલ રજૂ થશે. જેમાં લેન્ડ ગ્રેબિંગ બિલ, ગુંડા એકટ બિલ, મહેસુલ ઓનલાઇન પ્રક્રિયા સહિતના બિલ રજૂ થશે.

કોરોના વાયરસની મહામારી વચ્ચે મળી રહેલા આ સત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર પણ કરવામાં આવ્યા છે. જેમાં સત્ર દરમિયાન ધારાસભ્યની બેઠક વ્યવસ્થામાં મુખ્ય હોલ સિવાય પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્ય બેસી શકશે. લોકસભાની જેમ વિધાનસભામાં પણ વિભાગના સચિવોને જિલ્લામાં કોવિડના સંક્રમણને રોકવા માટે અપાયેલી જવાબદારીના કારણે પ્રશ્નોત્તરી કાળ નહિ રખાય, પરંતુ જેતે વિભાગના મંત્રી ટૂંકા ગાળાના પ્રશ્નોનો જવાબ આપી શકશે. વળી મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્ય અને સત્ર દરમિયાન ઉપસ્થિત રહેનાર અધિકારીઓ કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવશે.

અત્રે મહત્વનું છે કે વિધાનસભા સત્ર પહેલા વિધાનસભા સંકુલમાં તમામ કર્મચારી અધિકારીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હવે ધારાસભ્ય પણ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ જ વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકશે. સત્ર દરમિયાન ટૂંકા ગાળામાં વિપક્ષ પણ સરકાર સામે કોવિડની સ્થિતિ અને પાક નિષ્ફળતાના મુદ્દા ઉઠાવવા તૈયારી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.