1,192 Total Views
ઓલ ઇન્ડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ હિંદુત્વને લઇને ફરી એકવાર ઝેર ઓક્યું છે અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઓવૈસીએ ટ્વીટ કરી હતું કે, હિન્દુત્વ (Hindutva) એક એવા જૂઠ્ઠાણા પર રચાયું છે કે તમામ પોલિટિકલ સત્તા એક ચોક્કસ સમુદાય પાસે હોવી જોઇએ. ઓવૈશીએ RSS પર પણ પ્રહારો કર્યા હતાં.
ઓવૈશીએ ઝેર ઓકતી ટ્વીટ કરી કહ્યું હતું કે, હિન્દુત્વ (Hindutva) એવા જૂઠાણાં પર રચાયેલું છે કે તમામ પોલિટિકલ પાવર્સ (Political Powers) ફક્ત એક સમુદાય પાસે જોવો જોઇએ. એમાં મુસ્લિમો (Muslims)ને ક્યાંય સ્થાન નથી. એ લોકો દ્રઢપણે માને છે કે મુસ્લિમોને રાજકીય અધિકાર ન હોવા જોઇએ. પરંતુ સંસદ (Parliament) અને વિધાનસભા (Assembly) ઓમાં મુસ્લિમોની હાજરી એક રીતે જોતાં હિન્દુત્વ સામે આપણે મેળવેલું રક્ષણ છે.
ઓવૈસીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો મુસ્લિમો ધારાસભા અને સંસદની બહાર નીકળી જાય તો સૌથી વધુ આનંદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને થશે. ઓવૈસીએ ભારપૂર્વક નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)નો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનનો અમલ શરૂ થશે એ સાથે અમારા તરફથી એના વિરોધનો પણ જોરદાર આરંભ થશે.
ઓવૈશી આ અગાઉ પણ અનેકવાર ભટકાઉ અને વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યાં છે. તે હિંદુઓ અને હિંદુત્વ વિરૂદ્ધ ઝેર ઓકવાનો મોકો છોડતા નથી તેમ કહેવું પણ ખોટું નથી. તો બીજી તરફ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (National Population Register- NPR)પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. AIMIM ચીફે કહ્યું કે નેશનલ પોપ્યુલેશન બનાવવાનું શિડ્યૂલ ફાઇનલ થઇ ચૂક્યું છે તો જલદી જ તેનો વિરોધનું પણ શિડ્યૂલ ફાઇનલ કરવામાં આવશે.