GUJARAT

પુત્ર સ્મિતને મોતને ઘાટ ઉતારીને સચિને આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી

 487 Total Views

વડોદરા મહેદીનું ગળુ દબાવીને હત્યા કર્યા બાદ

સચિનની રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી પુછપરછમાં થયેલો ચોંકાવનારો ખુલાસોઃ નર્મદા કેનાલમાં સ્મિતને ફેંકવા સુધીનો વિચાર કર્યાનો ખુલાસો

ગાંધીનગર: વડોદરામાં પ્રેમિકા મહેંદીની હત્યા કર્યા બાદ સચિને ગાંધીનગર આવતા સમયે સ્મિત સાથે નર્મદા કેનાલમાં કુદીને આત્મહત્યા કરવા સુધીનો પગલું ભરવાનું મન બનાવી લીધાનો ચોંકાવનારો ખુલાસો સચિન દિક્ષીતે ઉચ્ચ પોલીસ અધિકારી પાસે કર્યો છે. જો કે પુત્ર સ્મિતને જીવીત રાખવા માટે તેણે આ વિચાર છેલ્લી ઘડીએ માંડી વાળ્યો હતો.

વડોદરામાં મહેંદી સાથે લીવ ઇનમાં રહેતો સચિન દિક્ષીત મહેંદીને સામાજીક દરજ્જો આપી શકવા સક્ષમ નહોતો. જો કે તે મહેંદી અને સ્મિતને મહત્તમ સમય આપવાનો પ્રયાસ કરતો હતો. જો કે તેમના સબંધને નામ ન મળતા મહેંદી સતત માનસિક ચિંતામાં રહેતી હતી. જેના કારણે તેમના વચ્ચે તકરાર થતી હતી. ત્યારે શુક્રવારે મહેંદીએ સચિને દશ દિવસ માટે જતા રોક્યો હતો. જો કે તેને તેના પરિવાર અન પત્ની આરાધના સાથે સંબધ પણ સાચવવાનો હોવાથી જવાનું જરુરી હતુ. ત્યારે બંને વચ્ચે થયેલી તકરાર મહેંદીની હત્યા સુધી પહોંચી જશે. તે બાબતનો તેને સપનામાં પણ અંદાજ નહોતો. ત્યારે આવેશમાં આવીને મહેંદીની હત્યા કર્યા બાદ તે સ્મિતને લઇને ગાંધીનગર આવવા માટે રવાના થઇ ગયો હતો. જો કે ગાંધીનગર આવીને તે શુ કરશે? મહેંદીની હત્યા અંગે બધાને ખબર પડશે ત્યારે તે પોલીસના સંકજામાં આવી જશે. તે તમામ બાબતોને લઇન સમગ્ર રસ્તા પર સતત મથામણ ચાલતી હતી. ત્યારે તેણે ગાંધીનગર આવતા મન બનાવી લીધું હતું કે હવે તેનું જીવન લગભગ પુરુ થઇ ગયું છે અને પરિવાર વિખેરાઇ ગયો છે. ત્યારે પુત્ર સ્મિતને નર્મદા કેનાલમાં ફેંકીને પોતે પણ આત્મહત્યા કરી લેશે તેમ નક્કી કરી લીધું હતું. ભાટ ટોલનાકા ને ક્રોસ કર્યા બાદ કોબા પહેલા નર્મદા કેનાલ પાસે કાર લઇને ઉભો પણ રહ્યો હતો. પણ, માસૂમ સ્મિતનો ચહેરો જોઇને તેનામાં રહેલો પિતા બાળકને મારી શકે તેમ ન હોવાથી તેણે વિચાર માંડી વાળ્યો હતો અને તેને સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાં મુકી દેવાનું નક્કી કર્યું હતું. આમ, તેણે એક સમયે મહેંદી સાથે સ્મિત અને પોતાનું જીવન ટૂંકાવી દેવાનું પણ નક્કી કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.