1,694 Total Views
ઔડાએ શહેરની ફરતે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ (એસપી) રિંગ રોડ ઉપર વધુ ૯ ફ્લાયઓવર અને ૧ અંડરપાસ બાંધવાનો ડ્ઢઁઇ એશિયન ડેવલપમેન્ટ બેંક સમક્ષ સબમીટ કરી દીધો છે. ઔડાએ શહેરના એસપી રિંગ રોડ ઉપર વધુ ૧૦ ફ્લાયઓવર-અંડરપાસ બાંધવાના જંકશનો ફિક્સ કરી દીધાં છે તેવી માહિતી ડીપીઆરમાં મૂકી છે. ઔડાનો ડીપીઆર મંજુર થયા બાદ આ ૧૦ ફ્લાયઓવર-અંડરપાસ માટે ટેન્ડરો બહાર પાડી દેવાશે.
ઔડાનું અનુમાન છે કે, અગામી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં ટેન્ડરોની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે અને કામ શરૂ કરી દેવાશે. ઔડાએ શહેરના એસપી રિંગ રોડના સિંધુભવન જંકશન ઉપર ફ્લાયઓવર બાંધવાનું નક્કી કર્યું છે તો ઓગણજ જંકશન ઉપર અંડરપાસ બાંધવાનું આયોજન કર્યું છે.
આ સિવાય બાકરોલ જંકશન, હાથિજણ જંકશન, રામોલ જંકશન, વસ્ત્રાલ પાંજરાપોળ જંકશન, નિકોલ જંકશન, દાસ્તાન જંકશન, તપોવન જંકશન અને શિલજ જંકશન ઉપર પણ ફ્લાયઓવર બાંધવાનું આયોજન કર્યું છે. ઔડાએ શહેરની ફરતે આવેલા ઔડામાં સમાવેશ થયેલા વિસ્તારના વિકાસના કામો માટે એશિયન ડેવલપમેન્ટ બેંક સમક્ષ રૂ.૧૯૦૦ કરોડની લોનની દરખાસ્ત મૂકી હતી જેને મંજુરી મળી ગઇ છે.
ઔડાએ આ અંગે ડીપીઆર આ બેંક સમક્ષ સબમીટ કરી દીધો છે. આ ડીપીઆરને મંજુરી મળતાની સાથે ટેન્ડરો કરી દેવાશે પછી બેંક તરફથી લોનનો પ્રથમ પ્રથમ હપ્તો મળી જવાની આશા છે.
આ ૧૦ જંક્શનો ઉપર ફ્લાયઓવર-અંડરપાસ બંધાશે
૧. બાકરોલ જંકશન ૨. હાથિજણ જંકશન ૩. રામોલ જંકશન ૪. વસ્ત્રાલ પાંજરાપોળ જંકશન ૫. નિકોલ જંકશન ૬. દાસ્તાન જંકશન ૭. તપોવન જંકશન ૮. ઓગણજ જંકશન (અંડરપાસ) ૯. શિલજ જંકશન ૧૦. સિંધુભવન જંકશન