GUJARAT

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝના છ વિમાનમથકના ટેન્ડર સ્વીકારવામાં આવ્યા હતા….

 829 Total Views

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝના છ વિમાનમથકના ટેન્ડર સ્વીકારવામાં આવ્યા હતા. આ વિમાનમથકોમાં અમદાવાદ, જયપુર, મેંગલોર, ત્રિવેન્દ્રમ, લખનઉ અને ગુવાહાટીનો સમાવેશ થાય છે. અદાણીને આ તમામ વિમાન મથક 50 વર્ષના વહીવટ માટે આપવામાં આવ્યા છે. પરંતુ આ મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, નિયમોને નેવે મૂકીને અદાણીને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે.

રાજ્યસભાના ચોમાસુ સત્રમાં આજે શરૂ થયેલા કામકાજમાં ગુજરાતના અદાણી ગ્રુપને સોંપાયેલા દેશના 6 એરપોર્ટનો મુદ્દો ગુંજ્યો હતો. રાજસ્થાનથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ કે. સી. વેણુગોપાલે આ મુદ્દા પર બોલતા કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા હતા. વેણુગોપાલે કહ્યુ હતુ કે, તમામ નિયમોને નેવે મુકીને અદાણીને 6 એરપોર્ટ આપવામાં આવ્યા છે અને હજુ બે આપવાની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકારે લાગતા વળગતા વિભાગો અને નીતિઆયોગની સલાહ લીધા વગર પ્રજાના પૈસાનું કૌભાંડ આચરવા માટે અદાણીને લાલ જાજમ બીઠાવી આપી છે.

ઉલ્લેખનિય છે કે, અદાણી ગ્રુપના એક પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે,”પીપીપી મોડેલ હેઠળ સ્થાનિક વિમાનમથકોના મેનેજમેન્ટ માટે 2018ના ડિસેમ્બરમાં એએઆઇ દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા અને તેમાં સફળ થવાનો અદાણી ગ્રુપને આનંદ છે”.

વિશ્વસ્તરના વિમાનમથકો સર્જવા ઉપર ધ્યાન આપવાનું સરકારે ચાલુ રાખ્યું છે તે સાથે ભારતીય એવિએશન ઉદ્યોગ એક વિકસતું જતું ક્ષેત્ર છે. રાષ્ટ્રીય ઘડતરમાં ફાળો આપવાનું ચાલુ રાખવાની બાબતને અદાણી ગ્રુપ પ્રાથમિકતા આપશે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.

અમદાવાદ, જયપુર, લખનઉ, ત્રિવેન્દ્રમ અને મેંગલોર સંબંધિત રાજ્યોની જીવાદોરી છે. આથી વૃદ્ધિને આગળ ધપાવવાની અમને એક તક મળશે. આ વિમાનમથકોએ વૈશ્વિક ધોરણો અનુસાર માળખાકીય સુવિધા વધારવાનો અમારો ઉદ્દેશ રહેશે.

કયા આધારે અદાણી ગ્રૂપની પસંદગી કરાઈ

અદાણી ગ્રૂપની પસંદગી માસિક ધોરણે પેસેન્જરદીઠ ફી ઓફર કરી હતી તેને આધારે કરાઈ હતી. એરપોર્ટનાં સંચાલન માટે અન્ય બિડર્સની સરખામણીમાં અદાણી ગ્રૂપની ઓફર ઘણી વધારે હતી. તમામ પ્રક્રિયા પૂરી થયા પછી પાંચ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રૂપને સોંપવામાં આવશે. ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે AAI સંચાલિત 6 એરપોર્ટને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે વિકસાવવા અને સંચાલન કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

 

Leave a Reply

Your email address will not be published.