India

મોદી સરકાર સમગ્ર દેશમાં અઠવાડિયામાં 3 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરશે ? કોની ભલામણના કારણે વ્યક્ત થઈ શક્યતા ?

ભારતમાં કોરોના વાયરસના ચેપના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે દેશની ટોચની સાયન્સ રીસર્ચ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી)એ દેશમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સપ્તાહમાં ત્રણ દિવસના લોકડાઉન અને બાકીના દિવસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના આકરાં પગલાંના કડક અમલ પર ભાર મૂક્યો છે. ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી) દેશમાં મેડિકલ સાયન્સ રીસર્ચમાં ટોચની […]

India

લેહથી PM મોદીનો ચીન-પાકને સખ્ત સંદેશ, દરેક હકતનો જવાબ આપવા માટે ભારત તૈયાર

લદ્દાખમાં ચાલી રહેલી ‘કરો યા મરો’ની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચીનને મોટો સંદેશ આપતા અચાનક સીધા અગ્રિમ મોરચા પર પહોંચ્યા છે. પીએમ મોદી આજે વહેલી સવારે લગભગ 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા નીમૂ બેઝ પર પહોંચ્યા છે. તેમણે સેના અને આઈટીબીપીનાં જવાનોની સાથે મુલાકાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો. આ દરમિયાન પીએમ […]

India International

પુતિને PM મોદીને ફોન કરી ચીનને આપ્યો સ્પષ્ટ સંદેશ, ભારતને આપશે 33 ઘાતક યુદ્ધ વિમાન…

લદ્દાખમાં ચીન સાથે સરહદ મામલે ભારે તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન સાથે ફોન પર ચર્ચા કરી હતી. જેમાં પુતિને ભારતને લઈને સકારાત્મક લવણ અપનાવ્યું હતું. રશિયાએ ભારતને ચીન સાથેની તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં જ 33 ઘાતક યુદ્ધ વિમાનો આપવાની તૈયારી દાખવી છે. ભારતના રક્ષામંત્રાલયે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા એક […]

International

ચીની એપ્સ પ્રતિબંધ મુદ્દે ભારતને અમેરિકાનું સમર્થન

। વોશિંગ્ટન । ચીનના ૫૯ એપ્સને પ્રતિબંધિત કરવાના ભારત સરકારના નિર્ણયને અમેરિકાનો ટેકો મળ્યો છે. અમેરિકાએ ભારતની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. અમેરિકી વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ જણાવ્યું કે આ પગલું ભારતની અખંડિતતા, અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે જરૂરી છે.  એક સ્ટેટમેન્ટ જારી કરતા પોમ્પિયોએ કહ્યું કે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના સર્વેલન્સ સ્ટેટ તરીકે કામ કરનાર […]

India

એપ્સ પ્રતિબંધ બાદ ભારતે હવે ચીનની સૌથી વધુ દુ:ખતી નસ દબાવી, તમતમી જશે ડ્રેગન

ચીનને પાઠ ભણાવવા માટે ભારત તેને વ્યૂહાત્મક અને આર્થિક બંને મોરચા પર ઘેરી ચુક્યું છે. અત્યાર સુધી લદ્દાખમાં દાદાગીરી બતાવી રહેલા ચીનની 59 એપ્સ પર ભારતમાં પ્રતિબંધ લાગ્યા બાદ ડ્રેગન હચમચી ગયું છે. નવી દિલ્હીએ ચીનને ઘેરવા માટે હવે હોંગકોંગને હથિયાર બવાવ્યું છે અને અત્યાર સુધી હોંગકોંગમાં ચીનનાં નવા સુરક્ષા કાયદા પર મૌન રહેનાર ભારતે […]

Uncategorized

ભારતને ખરા મિત્રોનો મળ્યો સાથ, US-જર્મનીએ એક ઝાટકે ચીન-પાકને લાવી દીધા ‘તમ્મર’

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બુધવારની સાંજે ચીનને એ સમયે મોટો ઝાટકો લાગ્યો જ્યારે તેના એક પ્રેસ વક્તવ્યને અમેરિકાએ અંતિમ ક્ષણોમાં પોતાને વાંધો હોવાનું જણાવીને રોકાવી દીધું. ઉલ્લેખનીય છે કે ચીને સોમવારનાં કરાચી સ્ટૉક એક્સચેંજમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરતા ભારતની વિરુદ્ધ પોતાની આ ચાલ રમી હતી, પરંતુ તેના આ પ્રસ્તાવ પર બે અલગ-અલગ દેશો દ્વારા […]

India International

આજે PM મોદી 4 વાગ્યે રાષ્ટ્રના નામે આપશે સંદેશ, શું આ મુદ્દા પર કરશે વાત?

દેશમાં કોરોના વાયરસના કેસની રફતાર થોભવાનું નામ લઇ રહ્યું નથી અને લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે આજે એક વખત ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોમવારની રાત્રે માહિતી આપવામાં આવી છે તે મુજબ મંગળવાર સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધશે. હવે દરેક લોકોની નજર એ વાત પર છે કે […]

India

દેશમાં લોકડાઉન અંગે 30 જૂને થશે મોટી જાહેરાત, મોદી સરકાર શું આદેશ બહાર પાડશે ? જાણો મહત્વની વિગત

નવી દિલ્હીઃ દેશમાં અનલોક-1ની શરૂઆત સાથે જે કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યો છે. અત્યાર સુધીના આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા સાડા પાંચ લાખ સુધી પહોંચવા આવી છે. 1 જુલાઈથી દેશમાં અનલૉક 2ની શરૂઆત થઈ જવા રહી છે, જેને લઈ 30 જૂને મોદી સરકાર ગાઇડલાઇન જાહેર કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, કન્ટેનમેન્ટ નિયમો વધારે […]

India

ભારત વિરુદ્ધ નેપાળનું મોટું ષડયંત્ર! સરહદ પર ઠેક-ઠેકાણે બનાવ્યા હેલીપેડ અને 285 કીમી લાંબો રોડ

ક્યારેક ભારતની સૌથી નજીક રહેનારું નેપાળ લાગે છે કે હવે સંપૂર્ણ રીતે દૂર થઈ ગયું છે. લિપુલેખ રોડ ઉદ્ઘાટન બાદ નેપાળે એક પછી એક ભારત વિરોધી પગલા ઉઠાવ્યા છે. નવા રાજકીય નકશાને મંજૂરી આપવાની સાથે જ અનેક એવા મુદ્દા છે જે એ દર્શાવે છે કે નેપાળ હવે ભારતનાં હાથમાંથી સંપૂર્ણ રીતે નીકળી ગયું છે. લિપુલેખ […]

India

ગલવાન ખીણમાં આ કારણે ભારતનાં વિસ્તાર પર કબજો કરવા ઇચ્છે છે ‘લુખ્ખુ’ ચીન

મે મહિનાની શરૂઆતથી જ લદ્દાખની ગલવાન ખીણમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીની સેના વચ્ચે તણાવની શરૂઆત થઈ ગઈ હતી. જૂનમાં આ તણાવ ચરમ પર પહોંચી ગયો અને હિંસક ઝડપમાં જ્યાં ભારતનાં 20 જવાનો શહીદ થયા તો ચીને પણ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું. આવામાં એ જાણવું જરૂરી છે કે આખરે ગલવાન ખીણમાં ચીન ભારતની […]