India

ભારત ચીનની હવા કાઢી નાંખશે, LAC પર ભલે દબાણ વધારે કોરોના મામલે બરાબરનું ઘેરશે

ચીન પોતાની કરતૂતો પર પડદો નાંખવા માટે બોર્ડર પર ગમે તેટલો તણાવ વધારી દે પરંતુ ભારત તેના દબાણમાં આવશે નહીં. ભારત કોરોના પર ચીન શું છુપાવી રહ્યું છે એ બધાની સામે લાવવાની કોશિષમાં લાગેલું રહેશે. દેશે ખુલ્લેઆમ વૈશ્વિક મંચ પર કહી દીધું છે કે બધા એ મળીને ભાળ મેળવવી જોઇએ કે આખરે કોરોના વાયરસ કયાંથી […]

GUJARAT

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડવા સરકારના નવા કિમીયાનું રહસ્ય ખુલી ગયું, આરોગ્ય વિભાગે કર્યો આ જુગાડ

ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાના કેસ ઘટાડવા માટે નવો કિમિયો અપવાવ્યો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. જો કે પહેલેથી જ ગુજરાત સરકારે કોરોના ટેસ્ટ કરવામાં લાપરવાહી દાખવી હતી, જેનું પરીણામ હવે આખા રાજ્યને ભોગવવું પડી રહ્યું છે. કોરોના કેરના 98માં દિવસે ગુજરાતમાં 29 જિલ્લાઓમાંથી 572 પોઝિટિવ રિપોર્ટ મળતા કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા 29 હજારને પાર […]

India

ભારત વિરુદ્ધ નેપાળનું મોટું ષડયંત્ર! સરહદ પર ઠેક-ઠેકાણે બનાવ્યા હેલીપેડ અને 285 કીમી લાંબો રોડ

ક્યારેક ભારતની સૌથી નજીક રહેનારું નેપાળ લાગે છે કે હવે સંપૂર્ણ રીતે દૂર થઈ ગયું છે. લિપુલેખ રોડ ઉદ્ઘાટન બાદ નેપાળે એક પછી એક ભારત વિરોધી પગલા ઉઠાવ્યા છે. નવા રાજકીય નકશાને મંજૂરી આપવાની સાથે જ અનેક એવા મુદ્દા છે જે એ દર્શાવે છે કે નેપાળ હવે ભારતનાં હાથમાંથી સંપૂર્ણ રીતે નીકળી ગયું છે. લિપુલેખ […]

GUJARAT

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 539 કેસ-20નાં મોત, 535 દર્દીઓ થયા સાજા

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 539 કેસ નોંધાયા હતા. જ્યારે આજે છેલ્લા થોડા દિવસોથી કોરોનાનાં દર્દીઓની મોતની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓનાં મોત કોરોનાને કારણે થયા હતા. જ્યારે આજે ડિસ્ચાર્જ થયેલાં દર્દીઓમાં પણ ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 535 દર્દીઓ સાજા થયા […]

GUJARAT

ગુજરાતમાં આજે રાજ્યસભાની ચૂંટણીનો રસાકસીભર્યો જંગ, ભાજપ-કોંગ્રેસ માટે ખરાખરીનો દિવસ

આજે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે જંગ ખેલાશે. ત્યારે બંને પક્ષોનો સવારથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્યસભાની ચૂંટણીમાં આજે સવારે 9 થી સાંજે 4 દરમિયાન મતદાન યોજાશે. ચાર બેઠકોની ચૂંટણી માટે પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. આમાં, ભાજપ કે કોંગ્રેસના એક ઉમેદવારની હાર નિશ્ચિત છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટી વિરુદ્ધ જઈને પણ ભાજપને […]

GUJARAT

કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર, ‘વિશ્વાસ ન હોવાથી પ્રોક્સીવોટ કરાવે છે’

રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી ચાર બેઠકો માટેની ચૂંટણીનું આજે મતદાન છે. રાજ્યસભાની 4 બેઠક પર 5 ઉમેદવાર મેદાને છે, જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. ભાજપે આ ચૂંટણીમાં ત્રણ જ્યારે કોંગ્રેસે બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી પંચે પણ આ ચૂંટણી માટે તમામતૈયારીઓ પુરી કરી લીધી છે. ગુજરાત વિધાનસભા […]

India

ગલવાનમાં લોહિયાળ ઘર્ષણ: ચીને ભારતના જવાનોને બંધક બનાવ્યાનો ચોંકાવનારો ખુલાસો!

લદ્દાખ સરહદ પર ગલવાન ઘાટીમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં ચીની સેનાએ ભારતીય સેનાના 10 જવાનોને બંધક બનાવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના મતે ચીની એ બે મેજર સહિત 10 ભારતીય જવાનોને બંધક બનાવ્યા હતા. જેમને ત્રણ દિવસની વાતચીત બાદ છોડી દેવામાં આવ્યા છે. જો કે સેનાની તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સેનાએ ગુરૂવારના રોજ પોતાના નિવેદનમાં […]

India

ભારત સામે દાદાગીરી કરવી ચીનને મોંઘી પડશે, જબરદસ્ત ઝાટકો આપવાની તૈયારીઓ શરૂ

ચીનની વિરુદ્ધ ભારત અનેક સખ્ત આર્થિક નિર્ણયો લઇ શકે છે. ચીની પ્રોજેક્ટ્સને લઇને પણ ભારત સખ્ત થશે. એ પ્રોજેક્ટ્સને રદ્દ કરવામાં આવી શકે છે જેમાં ચીની કંપનીઓનાં કરાર કરવામાં આવ્યા છે. આમાં મેરઠ રૈપિડ રેલનો પ્રોજેક્ટ પણ સામેલ છે, જેની બીડ ચીની કંપનીએ મેળવી છે. દિલ્હી-મેરઠ આરઆરટીએસ પ્રોજેક્ટથી ચીની કંપનીએ હાથ ધોવા પડશે કહેવામાં આવી […]

India

ચીનને PM મોદીની આકરી ચેતવણી – કોઈ વહેમમાં ના રહે, જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય

કોરોનાને પહોંચી વળવાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 15 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકની શરૂઆત ચીન સીમા પર થયેલા લોહિયાણ સંઘર્ષમાં ભારતીય જવાનોની શહાદતને સલામ કરીને કરવામાં આવી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેમણે કહ્યું કે, આપણે આપણા જવાનો પર ગર્વ કરવો જોઇએ. તેઓ મારતા-મારતા […]

India

ભારતીય સેનાની 56 ઈંચની છાતી, 1-1 ભારતીય સામે હતા 5-5 ચીની સૈનિક છતાંયે ઉતાર્યા મોતને ઘાટ

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઈન્ટ નંબર-14 પર જ્યારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિઓએ ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો ત્યારે ભારતીય જવાનોની સંખ્યા ચીની જવાનો કરતા ઘણી ઓછી હતી. ચીનની સરખામણીએ ભારતીય જવાનોની સંખ્યા માત્ર 1:5 હતી. એટલે કે ભારતના એક સૈનિકની સામે ચીનના 5. ભારત અને ચીન […]