મોઢવાડિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, રસીકરણની નૌટંકી પછી પણ ગુજરાતમાં ફક્ત 2.23 ટકા લોકોએ જ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે. રસીકરણ સેન્ટર બંધ પડ્યા છે. લોકો ધક્કા ખાઈને રસી લીધા વગર જ પરત ફરે છે. અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે. જોકે, કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાને પગલે સરકાર દ્વારા […]
Tag: gujarat-corona
ફિઝિયોથેરાપી વિભાગની ઇન્ટર્નશીપ કરતી વિદ્યાર્થીનું ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની ડ્યુટી દરમિયાન મોતથી હોબાળો
વડોદરા, તા. 23 એપ્રિલ 2021, શુક્રવાર વડોદરામાં કોરોના મહામારી દરમિયાન ઇન્ટરનશીપ કરતી ફિઝીયોથેરાપી વિભાગની ડોક્ટર નેહલબેનનું ગઈકાલે રાત્રે અવસાન થતાં ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓએ સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર ધારણા કરી વિરોધ કર્યો હતો. સયાજી હોસ્પિટલમાં ઈન્ટરશિપ કરવા આવેલી વિદ્યાર્થીની નેહલ બેનને કોરોનાની કામગીરી માટે ગોત્રી હોસ્પિટલમાં ફરજ સોંપી હતી તેને જ્યારે ફરજ સોંપવામાં આવી ત્યારે […]
ગુજરાતની લેડી સિંઘમ, સુનિતા યાદવ, સુરત … ગુજરાતના પ્રધાનને પ્રધાનને પાઠ ભણાવવાની તેમની હિંમતને સલામી
ગુજરાતની લેડી સિંઘમ, સુનિતા યાદવ, સુરત … ગુજરાતના પ્રધાનને પ્રધાનને પાઠ ભણાવવાની તેમની હિંમતને સલામી, પણ તેમણે તેમના પદ પરથી રાજીનામું આપતાની હિંમત માટે પણ ચુકવણી કરી. તે ફક્ત ભારતમાં જ થાય છે …
સુરતમાં ‘આરોગ્યમંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી’ને પોસ્ટર લાગ્યા
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી એકવાર પોસ્ટર્સવોર શરૂ થયું છે. રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સુરતના વરાછા, સરથાણા વિસ્તારમાં કુમાર કાનાણીના પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં આરોગ્યમત્રી કોઈને મળે તો સિવિલ પહોંચાડવા વિનંતી. જેવા લખાણો લખવામાં આવ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ એકપણ મંત્રી દેખાતા નથી. ત્યારે […]
કોરોના મહામારી દરમિયાન સફાઇ કર્મચારીને કોરોના યોદ્ધા ગણાવ્યા પણ પગાર માટે ઠાગાઠૈયા
બોરસદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પાલિકા દ્વારા બે માસનો પગાર નહિ ચૂકવાતા સફાઈ કર્મચારીઓ એકાએક હડતાળ ઉપર ઉતરી જતાં નગરમાં ઠેરઠેર કચરાના ઢગલાઓ ખડકાયા છે. એક તરફ કોરોના જેવી મહામારી તેમજ ઋતુજન્ય બીમારીના વાવરને લઈ શહેરની હોસ્પિટલો ઊભરાઈ રહી છે ત્યારે કામદારોની હડતાળના કારણે ગંદકી અને કચરાના ઢગ ભેગા થતાં શહેર નર્કાગાર બની ગયુ છે. […]
વિદેશથી આવતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, બે તબક્કામાં 14 દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે
કોરોના મહામારી વચ્ચે વિદેશોમાં ફસાયેલા ગુજરાતીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વિદેશથી આવતા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે વિદેશોમાં ફસાયેલા લોકો હવે ધીમેધીમે લોકડાઉન હળવું થતાં પોતાના વતન પાછા ફરી રહ્યા છે. ત્યારે વિદેશથી આવતા લોકો કોરોના સંક્રમણ વધારે નહીં તેના માટે સરકાર સતર્ક […]
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત, તમામ યુનિ.ની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે
ગુજરાતના મુખ્યમંત્રી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. છેલ્લા કેટલાંક દિવસોથી કોરોના મહામારીના કારણે કોલેજોની પરીક્ષા અટવાઈ પડી હતી. પરીક્ષા લેવાશે કે નહીં અને લેવાશે તો ક્યારે લેવાશે તેવા વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવતા પ્રશ્નો પર આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યની […]
ગુજરાતના બે મોટા ધારાસભ્યોએ પોતાને જીવનું જોખમ હોવાનું કહી રાષ્ટ્રપતિને પત્ર લખ્યો, મીડિયોને પણ ના છોડ્યું
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો બહિષ્કાર કરનાર બીટીપીના બન્ને ધારાસભ્યોને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બન્ને ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને સુરક્ષા વધારવા માટે માંગ કરાઈ છે. BTPના ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાએ દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સુરક્ષા વધારવા માટે એક પત્ર લખ્યો છે. બન્ને ધારાસભ્યોએ સ્થાનિક વિપક્ષ પાર્ટીના નેતાઓ વિરોધ કરતાં હોવાથી તેમના […]
અનલોકમાં કોરોનાનો વિસ્ફોટ: દુનિયાના કેટલાંય દેશોને લેવો પડ્યો આકરો નિર્ણય
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી તાંડવ મચાવી રહ્યું છે તેની વચ્ચે કેટલાંક દેશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ઘણી બધી છૂટછાટો આપી દીધી હતી. ન્યૂઝીલેન્ડે તો કોરોના મુક્તની જાહેરાત કરીને ઉજવણીની પણ શરૂઆત કરી દીધી હતી. પરંતુ ત્યાં પણ કોરોનાએ માથું ઉંચકતા ફરીથી ન્યૂઝીલેન્ડના પીએમે કડક નિયમો લાગૂ કરી દીધા. આ મહામારીએ પોતાનો પ્રકોપ ફેલાવાનું ચાલુ […]
ગુજરાત રાજ્યમાં વધુ 511 કોરોના પોઝિટિવ કેસ: 29 દર્દીઓનાં મૃત્યુ
ગુજરાત રાજ્યમાં રવિવારે 511 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેથી ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 23,590 થઈ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 334 કેસ નોંધાયા હતા. રાજ્યમાં રવિવારે 29 દર્દીઓનાં મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 1,478 પર પહોંચ્યો રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર મૃત્યુ પામનારા 29 દર્દીમાં અમદાવાદના 22 દર્દી હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 29 કેસ અને […]