Corona-live

આનંદો! અ’વાદની ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી તૈયાર કરી નાંખી! હ્યુમન ક્લીનિકલ ટ્રાયલ બાદ લેવાશે નિર્ણય

કોવિડ-19 એટલે નોવેલ કોરોના વાયરસથી બચવા માટેની એકમાત્ર અસરકારક સારવાર રસી જ છે. હાલ વિશ્વભરમાં તબીબી સંશોધનકારોનું લક્ષ્ય શક્ય તેટલી વહેલી તકે કોરોના માટેની રસી વિકસાવવાનું છે. આ મામલે ભારતીય વૈજ્ઞાનિક અથવા ભારતીય કંપનીઓ પણ દોડમાં કોઈનાથી પાછળ નથી. અમદાવાદમાં ઝાયડસ કેડિલાને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ કંપની કોરોના વાયરસ માટે […]

GUJARAT

કોરોના મહામારી દરમિયાન સફાઇ કર્મચારીને કોરોના યોદ્ધા ગણાવ્યા પણ પગાર માટે ઠાગાઠૈયા

બોરસદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પાલિકા દ્વારા બે માસનો પગાર નહિ ચૂકવાતા સફાઈ કર્મચારીઓ એકાએક હડતાળ ઉપર ઉતરી જતાં નગરમાં ઠેરઠેર કચરાના ઢગલાઓ ખડકાયા છે. એક તરફ કોરોના જેવી મહામારી તેમજ ઋતુજન્ય બીમારીના વાવરને લઈ શહેરની હોસ્પિટલો ઊભરાઈ રહી છે ત્યારે કામદારોની હડતાળના કારણે ગંદકી અને કચરાના ઢગ ભેગા થતાં શહેર નર્કાગાર બની ગયુ છે. […]

Mumbai

મહારાષ્ટ્રમાં કોરોના રૌદ્ર સ્વરૂપમાં 198ના મોત, નવા 5537 કેસ સાથે કોરોનાગ્રસ્તોની સંખ્યા 180298

– જ્યારે મરણાંક 8085, કોરોનામુક્તની સંખ્યા 93000થી વધુ, – મુંબઈમાં 6ના મોત, નવા 1511 દર્દી નોંધાતાં દરદીની સંખ્યા વધીને 79000થી વધુ (પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 1, જુલાઈ, 2020, બુધવાર મહારાષ્ટ્રમાં કોરોનાના વાઇરસનો રોગચાળો દિનપ્રતિદિન વધી રહ્યો છે. આથી મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં પડી ગઈ છે. કોરોના કહેરથી જનતામાં હાહાકાર મચી ગયો છે. આજે મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૯૮ […]

Entertainment

બોલીવૂડને પહેલા છ મહિનામાં રૂપિયા 1565 કરોડનો ફટકો

કોરોના વાયરસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હંફાવી રહ્યું છે (પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ,તા.30 જૂન 2020, મંગળવાર કોરોના વાયરસના પ્રકોપને કારણે બોલીવૂડનું ૨૦૨૦નું વરસ બહુ ખરાબ જઇ રહ્યું છે. ૧૦૦ થી અધિક દિવસોથી પૂરા દેશમાં થિયેટરો બંધ પડયા છે. પરિણામે હિંદી બોક્સ ઓફિસ પર બહુ ખરાબ પ્રભાવ પડયો છે. બોલીવૂડને સખત આર્થિક ફટકો પડયો છે. સાલ ૨૦૧૯ અને […]

India

અમેરિકાએ ચીનને આપી દીધી ખુલ્લી ચેતવણી, ‘ડ્રેગન સૈન્ય ગતિવિધિઓ બંધ કરે’

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ શનિવારે એશિયાન દેશોના સભ્યોના નિવેદનોનું સ્વાગત કર્યું હતું કે દક્ષિણ ચીન સમુદ્ર વિવાદો આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઉકેલાવા જોઈએ. અને તેમણે કહ્યું હતું કે ચીનને દક્ષિણ ચાઇના સમુદ્રને તેના દરિયાઇ સામ્રાજ્ય તરીકે માનવાની મંજૂરી ન આપવી જોઈએ. પોમ્પિયોએ ટ્વીટ કર્યું હતું કે,’યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા એશિયાના નેતાઓની વિનંતીનું સ્વાગત કરે છે કે […]

GUJARAT

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડવા સરકારના નવા કિમીયાનું રહસ્ય ખુલી ગયું, આરોગ્ય વિભાગે કર્યો આ જુગાડ

ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાના કેસ ઘટાડવા માટે નવો કિમિયો અપવાવ્યો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. જો કે પહેલેથી જ ગુજરાત સરકારે કોરોના ટેસ્ટ કરવામાં લાપરવાહી દાખવી હતી, જેનું પરીણામ હવે આખા રાજ્યને ભોગવવું પડી રહ્યું છે. કોરોના કેરના 98માં દિવસે ગુજરાતમાં 29 જિલ્લાઓમાંથી 572 પોઝિટિવ રિપોર્ટ મળતા કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા 29 હજારને પાર […]

GUJARAT

કચ્છમાં BSFના ચાર જવાનને કોરોના પોઝીટીવ, જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 119 પોઝીટીવ કેસ

ભૂજ BSF કેમ્પમાં રહેતા ચાર BSFના જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ભૂજ: કચ્છથી સૌથી મોટા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભૂજ BSF કેમ્પમાં રહેતા ચાર BSFના જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. BSFના જવાનોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગે જવાનોના સંપર્કમાં આવેલા સાથી જવાનોના આરોગ્યની તપાસ શરૂ કરી છે. બીએસએફ જવાનોના વધુ ચાર […]

India

પતંજલિની કોરોના દવા પર આયુષ મંત્રાલયે માંગી જાણકારી, પ્રચાર પર લગાવી રોક

દુનિયાભરમાં ચાલી રહેલી કોરોના વાયરસ સામેની જંગમાં આજે યોગગુરૂ બાબા રામદેવે દાવો કર્યો છે પતંજલિએ કોરોનાની દવા બનાવી છે. દુનિયાભરમાં ચાલી રહેલી કોરોના વાયરસ સામેની જંગમાં આજે યોગગુરૂ બાબા રામદેવે દાવો કર્યો છે પતંજલિએ કોરોનાની દવા બનાવી છે. પરંતુ હવે ભારત સરકાર હેઠળના આયુષ મંત્રાલયે દવાના પ્રચાર પર રોક લગાવી છે. આયુષ મંત્રાલયે પતંજલિ આયુર્વેદ પાસે […]

GUJARAT

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 549 નવા કેસ, 26નાં મોત, સંક્રમિતોની સંખ્યા 28 હજારને પાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 549 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 26 દર્દીઓનાં મોત થયા છે અને 604 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 549 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 26 દર્દીઓનાં મોત થયા છે અને 604 દર્દીઓ […]

India

પતંજલિએ લોંચ કરી કોરોનાની આર્યુવેદિક દવા દિવ્ય કોરોનિલ ટેબ્લેટ, શું કરાયો દાવો?

આજે બાબા રામદેવ દ્વારા કોરોના માટેની આર્યુવેદિક દવા દિવ્ય કોરોનિલ ટેબ્લેટ લોંચ કરવામાં આવી છે. આ દવાથી કોરોનાની સારવારનો દાવો કરવામાં આવ્યો છે. લોંચિંગ સમયે બાબા રામદેવ ઉપરાંત આચાર્ય બાલકૃષ્ણ તેમજ ટ્રાયલમાં સામેલ વૈજ્ઞાનિક, ડોક્ટર અને રિસર્ચર પણ હાજર રહ્યા હતા. પતંજલિ યોગપીઠ ફેઝ-2માં આ દવા લોંચ કરવામાં આવી છે. બાબા રામદેવે જણાવ્યું હતું કે, […]