Kheda (Anand)

ડાકોરમાં આજે નવા ૨ કેસ નો ઉમેરો થયો

ડાકોરમાં આજે કોરોના ના નવા બે કેસનો ઉમરો થયેલ છે. ડાકોરમાં દિન-પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે . જેમાં ડાકોરમાં આજ રોજ કેશ ૧) અશોકભાઈ ડાહ્યાભાઈ વસાવા (દ્વારકેશ સોસાયટી) ૨) રીનાબેન અશોકભાઈ પટેલ (શ્રીજી પાર્ક સોસાયટી) ડાકોરમાં હવે ચિંતાજનક સપાટી તરફ કોરોના ના વધતા કેસોના આંકડા જઈ રહ્યા છે જે હવે ડાકોર ગામ […]

Corona-live

આનંદો! અ’વાદની ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી તૈયાર કરી નાંખી! હ્યુમન ક્લીનિકલ ટ્રાયલ બાદ લેવાશે નિર્ણય

કોવિડ-19 એટલે નોવેલ કોરોના વાયરસથી બચવા માટેની એકમાત્ર અસરકારક સારવાર રસી જ છે. હાલ વિશ્વભરમાં તબીબી સંશોધનકારોનું લક્ષ્ય શક્ય તેટલી વહેલી તકે કોરોના માટેની રસી વિકસાવવાનું છે. આ મામલે ભારતીય વૈજ્ઞાનિક અથવા ભારતીય કંપનીઓ પણ દોડમાં કોઈનાથી પાછળ નથી. અમદાવાદમાં ઝાયડસ કેડિલાને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ કંપની કોરોના વાયરસ માટે […]

GUJARAT

કોરોના મહામારી દરમિયાન સફાઇ કર્મચારીને કોરોના યોદ્ધા ગણાવ્યા પણ પગાર માટે ઠાગાઠૈયા

બોરસદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પાલિકા દ્વારા બે માસનો પગાર નહિ ચૂકવાતા સફાઈ કર્મચારીઓ એકાએક હડતાળ ઉપર ઉતરી જતાં નગરમાં ઠેરઠેર કચરાના ઢગલાઓ ખડકાયા છે. એક તરફ કોરોના જેવી મહામારી તેમજ ઋતુજન્ય બીમારીના વાવરને લઈ શહેરની હોસ્પિટલો ઊભરાઈ રહી છે ત્યારે કામદારોની હડતાળના કારણે ગંદકી અને કચરાના ઢગ ભેગા થતાં શહેર નર્કાગાર બની ગયુ છે. […]

India

ભારતમાં બની રહેલી કોરોનાની વેક્સિન લોકો સુધી ક્યારે પહોંચશે? આ રહ્યો જવાબ

દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સિન શોધવાનાં પ્રયત્નોની વચ્ચે ભારતથી સારા સમાચાર આવી ચુક્યા છે. કોવિડ-19ની પહેલી દેશી વેક્સિન તૈયાર કરી લેવામાં આવી છે, જેને ભારત બાયોટેકે બનાવી છે. જલદી આ વેક્સિનનો હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવશે, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આખરે આ વેક્સિન બજારમાં ક્યારે આવશે? આ માટે લેબથી માર્કેટ સુધી વેક્સિન આવવાની સંપૂર્ણ […]

Mumbai

મહારાષ્ટ્રમાં કોરોના રૌદ્ર સ્વરૂપમાં 198ના મોત, નવા 5537 કેસ સાથે કોરોનાગ્રસ્તોની સંખ્યા 180298

– જ્યારે મરણાંક 8085, કોરોનામુક્તની સંખ્યા 93000થી વધુ, – મુંબઈમાં 6ના મોત, નવા 1511 દર્દી નોંધાતાં દરદીની સંખ્યા વધીને 79000થી વધુ (પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 1, જુલાઈ, 2020, બુધવાર મહારાષ્ટ્રમાં કોરોનાના વાઇરસનો રોગચાળો દિનપ્રતિદિન વધી રહ્યો છે. આથી મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં પડી ગઈ છે. કોરોના કહેરથી જનતામાં હાહાકાર મચી ગયો છે. આજે મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૯૮ […]

International

USમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧,૧૯૯ લોકોનાં મોત, ૪૭,૦૦૦ કરતાં વધારે નવા કેસ

। વોશિંગ્ટન । દુનિયાભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધી ૧,૬૭,૮,૫૪૪  લોકો સંક્રમિત થયાં છે તેમાં ૫૮,૨૩, ૩૩૧ લોકો  સાજા થયાં છે તો ૫,૧૪,૬૨૨ લોકોના મોત થયાં છે.  ઈજિપ્તમાં લગભગ ૩ મહિનાના લોકડાઉન બાદ એરપોર્ટ, મ્યૂઝિયમ  અને ગીઝાના પિરામિડ ખોલી દેવામાં આવ્યાં છે. બુધવારે ૧૪  ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ દ્વારા ૨,૦૦૦ લોકોએ યાત્રા કરી હતી. સાઉથ  કોરિયામાં ગત ૨૪ […]

Uncategorized

કોરોનાના કેસ વધે છે તેમ-તેમ ચીન સામે મારો ગુસ્સો વધી રહ્યો છેઃ ટ્રમ્પ

વોશિંગ્ટન, તા.1 જુલાઈ 2020, બુધવાર અમેરિકામાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સાથે સાથે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ચીન પ્રત્યેનો રોષ પણ વધી રહ્યો છે. દુનિયામાં કોરોનાના ફેલાવા માટે ચીન જ જવાબદાર હોવાનુ માનતા  ટ્ર્મ્પે એવુ નિવેદન આપ્યુ છે કે, દુનિયામાં જેમ જેમ કોરોના વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યો છે તેમ તેમ ચીન માટે મારો […]

Corona-live

અમેરિકાની આ કંપનીએ બનાવી લીધી કોરોનાની વેક્સિન, હ્યુમન ટ્રાયલમાં થઈ સફળ

કોરોના વાયરસનાં કહેરનો સામનો કરી રહેલી દુનિયાને બચાવવા માટે વૈજ્ઞાનિકો દિવસ-રાત આ વૈશ્વિક મહામારીની વેક્સિન બનાવવામાં લાગ્યા છે. અનેક દેશોનાં વૈજ્ઞાનિકોએ દાવો પણ કર્યો છે કે તેમણે કોરોના વાયરસની વૈક્સિન બનાવી લીધી છે, પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર અત્યાર સુધી કોઈપણ એવી વેક્સિન નથી બની જેને કોરોના વાયરસની વેક્સિનનું નામ આપવામાં આવી શકે 40 લોકોને […]

Bollywood

અરે બાપરે… આ ટીવી અભિનેત્રીને કોરોના રિપોર્ટ પોઝિટિવ, કહ્યું પતિ અને પરિવારના લોકોએ મને…

દેશામાં કોરાના વાયરસના કારણથી લોકડાઉન હવે ખોલવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. ટીવી ઇન્ડસ્ટ્રી હોય કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી દરેક લોકો તેની ચપેટમાં આવી ચુક્યા છે. થોડાક દિવસ પહેલા અભિનેતા આમિરખાનના ઘરના 7 સ્ટાફ મેમ્બર્સ કોરોના સંક્રમિત નીકળ્યા આ વચ્ચે હવે ટીવી સીરિયલ ઇશ્કબાજ ફેમ અભિનેત્રી અદિતી ગુપ્તામાં કોરોનાના […]

GUJARAT

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડવા સરકારના નવા કિમીયાનું રહસ્ય ખુલી ગયું, આરોગ્ય વિભાગે કર્યો આ જુગાડ

ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાના કેસ ઘટાડવા માટે નવો કિમિયો અપવાવ્યો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. જો કે પહેલેથી જ ગુજરાત સરકારે કોરોના ટેસ્ટ કરવામાં લાપરવાહી દાખવી હતી, જેનું પરીણામ હવે આખા રાજ્યને ભોગવવું પડી રહ્યું છે. કોરોના કેરના 98માં દિવસે ગુજરાતમાં 29 જિલ્લાઓમાંથી 572 પોઝિટિવ રિપોર્ટ મળતા કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા 29 હજારને પાર […]