GUJARAT

સામરખા ચોકડી પાસેથી 342 ગ્રામ ચરસના જથ્થા સાથે અમદાવાદનો શખ્સ પકડાયો

આણંદ : આણંદ એસઓજી પોલીસે ગતરોજ ગુપ્ત વોચ ગોઠવીને નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ સામરખા ચોકડી નજીકથી અમદાવાદના એક શખ્શને ૩૪૨ ગ્રામ માદક નશીલા પદાર્થ સાથે ઝડપી પાડયો હતો. પોલીસની તપાસમાં આ નશીલો પદાર્થ ચરસ હોવાનું ખુલતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે એનડીપીએસ ધારાની કલમો હેઠળ ગુનો નોંધી […]

Kheda (Anand)

નડિયાદમાં 2 દિવસમાં કોરોનાથી 22 નાં મોત

નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોના મહામારીએ હાહાકાર થોભવાનું નામ લેતો નથી દેખાતો. શુક્રવારે જિલ્લામાં ૧૨૯ કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ કેસોનો આંકડો ૫૧૬૪ પર પહોચી ગયો છે. એપ્રિલ મહિનાના ૨૩ દિવસમાં જ કોરોનાનો આંકડો ૧૨૫૦ને આંબી ગયો છે. જિલ્લાના વડામથક નડિયાદમાં શુક્રવારે રેકોર્ડબ્રેક ૭૨ કેસો પોઝિટિવ નોંધાયા છે. જિલ્લા તંત્ર દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતી […]

GUJARAT

હોમિયોપેથિક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સના આઇપેન્ડ દરો ન વધતા વિરોધ પ્રદર્શન

ગુજરાત પ્રદેશના હોમીયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નસના સ્ટાઈપન્ડ દરોમાં વધારો કરવામાં ન આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અવાર-નવાર રજૂઆતો કરવા છતાં વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારવામાં નહી આવતા એબીવીપીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા આજે આણંદની હોમીયોપેથીક કોલેજ ખાતે ધરણાં પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર આરોગ્ય અને […]

GUJARAT

આણંદ નેશનલ હાઈ-વે એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો

આણંદઃ નેશનલ હાઈ-વે નંબર 48 પર આવેલા વાસદ ગેટ પાસે એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસે બે કાર અને બે કિન્નરોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક કિન્નરનું મોત થયું છે. બીજા કિન્નરને સારવાર માટે ખસેડાયો હતો. આ અંગેની વિગતો એવી છે કે, વાસદ ટોલનાકા પાસે ગઈ કાલે સવારે […]

GUJARAT

આણંદના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વમંત્રી રોહિતભાઈ પટેલનું દુઃખદ નિધન.

આણંદના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વમંત્રી રોહિતભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં શોકની લાગણી પ્રવર્તવા પામી છે. પૂર્વમંત્રી રોહિતભાઈ પટેલનું નિધન થતાં PM મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ કહ્યું કે, રોહિતભાઈ પટેલના અવસાનથી દુ:ખ થયું છું, સામાજિક, ઔદ્યોગિક ક્ષેત્રે એમનું સરાહનીય યોગદાન..’ આણંદ જિલ્લાના ખૂબ જ સેવાભાવી અને લોકડાઉન દરમ્યાન સેવા સતત […]

Kheda (Anand)

આણંદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં જનજાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા

આણંદ-શનિવારઃ- ‘ટીબી હારેગા દેશ જીતેગા’ કેમ્પેઈન અંતર્ગત આણંદ જિલ્લાના સમગ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સમગ્ર અર્બન હેલ્થ સેન્ટરોમાં તા.૧૯મીના રોજ ટીબી રોગ અંગે લોકોમાં જનજાગૃત્તિ આવે તે હેતુથી ટીબીની સારવાર પૂર્ણ કરેલ ટીબી દર્દી તથા હાલમાં ટીબીની સારવાર ચાલું હોય તેવા ટીબી દર્દીઓને સાથે રાખીને ટીબી ચેમ્પીયન આઈઈસી સેન્સીટાઈઝેશન પ્રોગામ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં […]

Kheda (Anand)

અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, સત્તા મંડળમાં કોંગ્રેસ-ભાજપની ભાગ બટાઈ સામે આવી

અમૂલ ડેરીના નિયામક મંડળની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં આજે પરિણામ જાહેર થયું છે. અમૂલ ડેરીની નિયામક મંડળની ચુંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર તરફી પેનલનો વિજય થયો છે. ભાજપના તમામ ઉમેદવારોની કારમી હાર થઈ છે. અમુલ ડેરીના સત્તા મંડળમાં કોંગ્રેસ ભાજપની ભાગ બટાઈ સામે આવી છે. અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીના […]

GUJARAT

અમૂલ ની વધુ એક સિદ્ધિ અમૂલે હલ્દી દૂધના ગુણ ધરાવતો વિશ્વનો સૌ પ્રથમ “હલ્દી આઈસક્રીમ” રજૂ કર્યો

અમૂલે સૌપ્રથમ વખત હળદર, મરી, મધ તથા ખજૂરના ગુણ ધરાવતો હલ્દી આઈસક્રીમ રજૂ કર્યો છે, જેમાં ખજૂર, બદામઅને કાજુ પણ પુષ્કળ પ્રમાણમાં હશે. દુનિયા જ્યારે કોવિડ-૧૯ મહામારીનો સામનો કરી રહી છે ત્યારે અમૂલ દ્વારા લોકોને આ મહામારીમાંથી ઉગારવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. લોકો આયુર્વેદની સહાયથી અને ખાસ કરીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને રોગ પ્રતિકારક શક્તિ ઉંચી […]

Kheda (Anand)

બેક્ટેરિયાને 90 દિવસ દૂર રાખતું નાનોવા હાઈજીન નામનું લિક્વિડ લોન્ચ, વિદ્યાનગરના ઉદ્યોગપતિએ વૈજ્ઞાનિકોની મદદથી બનાવડાવ્યું.

હાલના કોરોનાની મહામારીને લઈને કારોના સંક્રમણ ઘરથી માંડીને ઓફિસ સહિત તમામ જગ્યાએ ફેલાઈ રહ્યું છે. ત્યારે તેનાથી બચવા માટે સૌથ કોઈ અવ-નવા ઉપાયો કરી રહ્યાં છે. પરંતુ સંક્રમણનો નાશ જોઈએ તેવો નથી તેને ધ્યાને લઈને વિઠ્ઠલ ઉદ્યોગનગરના સિદ્વાર્થ પટેલે ભારતના ત્રણ વૈજ્ઞાનિક ડો. સ્વપન ઘોષ, ડો.કે.રાજેશ કુમાર, અને ડો. ફેઝલ અંસારીની મદદથી નોન આલ્કોહોલીક નાનોવા […]

GUJARAT Kheda (Anand)

આણંદ જીલ્લામાં ૩૯૫ કેસ, નવા સાત કેસ

આણંદ શહેર સહિત જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જુદા જુદા ગામોમાંથી કેસો મળી રહ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક તંત્ર ચિંતિત જણાઈ રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં કોરોના સંક્રમણના પગલે મૃત્યુઆંક વધી જવા પામ્યો છે. નોનકોવીડમાં અત્યાર સુધી ૩૦ થી વધુના મોત નીપજ્યા છે. આણંદ શહેરમાં આજે પણ નવા […]