India

સુરત: BJP કોર્પોરેટર પર થયેલા ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, ઈન્ટરનેશનલ કનેક્શન નીકળતા ખળભળાટ

 639 Total Views

સુરત વરાછા વિસ્તારમાં BJP કોર્પોરેટર પર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. આ ફાયરિંગ કેસમાં ઈન્ટરનેશનલ કનેક્શન સામે આવ્યું છે. કરોડોની જમીન માટે લંડનથી સોપારી અપાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાંચે ફાયરિંગ કેસમાં બેની ધરપકડ કરી છે. પોલીસે મોટી કાર્યવાહી કર્યા બાદ બન્ને આરોપીઓનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં એક આરોપી કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલ ખસેડાયો છે. તમને જણાવી દઈએ કે BJP કોર્પોરેટર ભરત વઘાસીયા પર ફાયરિંગ થયું હતુ.

સુરત કોર્પોરેટર ભરત વઘાસીયા ફાયરિંગ મામલે મોટો ખુલાસો થયો છે. ફાયરિંગ બાબતે ઇન્ટરનેશન કનેક્શન નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કરોડોની પોપડાવાળી જમીન માટે લાખો રૂપિયાની લંડનથી સોપારી અપાઈ હતી. આ કેસમાં સૂરત ક્રાઇમબ્રાન્ચે સોપારી આપનાર અને એક જમીન દલાલની ધરપકડ કરી છે. ત્યારબાદ બન્ને આરોપીઓનો કોરોના રિપોર્ટ કરાવતા એક આરોપીને કોરોના પોઝિટીવ આવતા કોવિદ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જાણો શું હતો સુરતના BJP કોર્પોરેટરનો ફાયરિંગ કેસ?

સુરતના વરાછા વિસ્તારમાં ભાજપના નેતા પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. વરાછામાં BJPના કોર્પોરેટર પર ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. BJPના કોર્પોરેટર ભરત મૌના પર અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં પોલીસ તપાસમાં કારતૂસ પણ મળી આવ્યા છે. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પરંતુ પોલીસે ઘટનામાં તપાસ કરતા હત્યાના ઇરાદે કરાયેલા ફાયરિંગ પ્રકરણમાં કોર્પોરેટર ભરત મોનાનું મૌન પોલીસને અકળાવી રહ્યું છે. આ હુમલા કરનારા અને કરાવનારા સુધી પહોંચવા માટે પોલીસ ભરત મોનાની પ્રકૃતિનો અભ્યાસ કરી રહી હતી. જમીન વિવાદ ઉપર અંગત કારણોસર થયેલા ઝઘડા પોલીસ તપાસનો મુદ્દો બન્યો હતો. આ તપાસ ભરવાડ અને ગઢવી યુવક ફરતે કેન્દ્રિત થઇ હતી. ભરત મોનાના એક સમયના સાથી એવા આ યુવકોએ કોઇક ખટરાગમાં પાઠ ભણાવવા ફાયરિંગ કરાવ્યાની વાત બહાર આવી હતી.

ભાજપના નગર સેવલ ભરત મોના વઘાસિયા ઉપર કરાયેલુ ફાયરિંગ શહેર અને સવિશેષ રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યું હતું. ભરત મોના હુમલો કરનાર અને કરાવનાર અંગે કોઇ સચોટ વાત કરી રહ્યા નથી, કોઇ નક્કર માહિતી તેમની પાસેથી પોલીસ મેળવી શકી નથી. ભરત મોનાનું આ મૌન તપાસની દિશા નક્કી કરવામાં બાધક સાબિત થયુ છે.

વરાછાના પોલીસ ઇન્સપેક્ટર સાથે મિટિંગ કરી ઘરે જવા નિકળ્યા ત્યારે જ કરાયેલુ ફાયરિંગ હુમલાખોરોની નિયત સ્પષ્ટ કરનારુ છે. એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાજરી વચ્ચે સુરત પોલીસે તપાસ માટે 8 ટીમ બનાવી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્લેલન્સના આધારે પગેરુ દાબવા કવાયત કરાઇ રહી હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ જમીનના વિવાદ ઉપરાંત પર્સનલ કોઇ કારણસર હુમલો કરાયો હોય તેવી વધારાની સંભાવનાને પણ જોડીને તપાસ કરી રહી હતી. હુમલાખોરોના સીસીટીવી ફૂટેજ અને તેઓએ રેકી પણ કરી હોઇ પોલીસે આ વિસ્તારમાં છેલ્લા દિવસો દરમિયાન થયેલા કોલ ડિટેઇલની તપાસ કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ પણ હાથ ધર્યું હતું.

આ દિશાની તપાસમાં ક્રાઇમબ્રાન્ચને મહત્વની કડી હાથ લાગી હોવાનું જાણવા મળી હતી. આ ફાયરિંગ પાછળ ભરવાડ અને ગઢવી યુવકનો દોરી સંચાર હોવાનું કહેવાયું હતું. આ બંને એ સમયે ભરત સાથે કામ કરતાં હતાં. કોઇક મુદ્દે તેઓ વચ્ચે મનદુખ થયુ હતુ. જેમાં ભરતને પાઠ ભણાવવાના ઇરાદે કોઇ પરપ્રાંતી યુવકને સોપારી આપી ફાયરિંગ કરાવાયાની વાત બહાર આવી છે. જો કે મોડીરાત સુધી પોલીસે આ મામલે કોઇ સત્તાવાર માહિતી આપી ન હતી

Leave a Reply

Your email address will not be published.