Bollywood

સુપરસ્ટાર રજનીકાંત વધુ એક વિવાદમાં ફસાઈ ગયા છે.

 1,935 Total Views

જાણતી અભિનેતા રજનીકાંત  રાજનીતિ માં એન્ટ્રી લેતાની સાથે ચર્ચામાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ તમિલ સુપરસ્ટાર  પોતાની નવી પાર્ટી બનાવવા માગે છે. આ વચ્ચે રજનીકાંત વધુ એક વિવાદમાં ફસાઈ ગયા છે. થલાઈવાને સ્ટરલાઈટ ફેક્ટરીના વિરોધ પ્રદર્શન મામલામાં વિવાદિત નિવેદન આપવાને લઈને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

આ મામલો તમિલનાડુની તૂતકોરિનમાં થયેલી વેદાંતાની સ્ટરલાઈટ ફેક્ટરીમાં થયેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે થયેલી હિંસાનો છે. જે વર્ષ 2018માં થઈ હતી. આ ઘટનામાં અંદાજીત 13 પ્રદર્શનકારીઓના મોત થયા હતા. આ મામલામાં તમિલ સુપરસ્ટાર રજનીકાંતે પણ નિવેદન આપ્યુ હતું. હવે તેને તે નિવેદન તેમના માટે માથાનો દુ:ખાવો બની ગયું છે. રજનીકાંત ને કોર્ટે 19 જાન્યુઆરીએ હાજર થવા માટે આદેશ આપ્યો છે. આ પહેલા પણ રજનીકાંત ને કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે તે કામમાં વ્યસ્ત હોવાના પગલે તેણે કોર્ટ પાસેથી થોડો સમય માંગ્યો હતો.

રજનીકાંતે આપ્યું હતું વિવાદિત નિવેદન

આ મામલામાં નિવેદન આપતા રજનીકેં કહ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો પ્રદર્શનમાં ઘુસી આવ્યા હતા. આ પછી તેનું નિવેદન હેડલાઈન બની ગઈ હતી. જો કે આ મામલામાં સ્થાનિક લોકોએ નિવેદન આપ્યુ હતું કે પ્રદર્શન દરમિયાન પોલીસે જ પ્રદર્શનકારીઓ ઉપર હુમલો કર્યો હતો. આટલું જ નહીં પ્રદર્શનને રોકવા માટે પોલીસે ગાડીઓમાં પણ આગ લગાવી દીધી હતી. જેના પછી આ હિંસા વધુ ભડકી હતી અને 13 પ્રદર્શનકારીઓના મોત થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.