GUJARAT

સુરતમાં અજીબોગરીબ ચોરોની ધરપકડ કરવામાં આવી છે…..

 520 Total Views

સુરતમાં અજીબોગરીબ ચોરોની ધરપકડ કરવામાં આવી છે. સુરતની આ ઘટના હાસ્યાસ્પદ તો છે જ સાથે આશ્ચર્યની વાત તો એ છે કે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધવામાં આવી છે. જેના કારણે હાલ રાજ્યમાં ટાઉન ઓફ ધ કિસ્સામાં આ ફરિયાદની ઘટના હાસ્યાસ્પદ બની છે.

સુરતમાં રૂપિયા 150નું ઝાડુ ચોરનારા કરોડપતિ ત્રણ ચોરોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના CCTVના આધારે સરથાણા પોલીસે ત્રણને ઝડપ્યા હતા. ત્યારબાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરતના ત્રણેય ચોરોમાં એક હીરા દલાલ, એક જમીન દલાલ અને એક એમ્બ્રોડરી કારખાનાનો માલિક હોવાનું ખુલ્યું છે. પોલીસને પણ ત્રણેય આરોપીઓ વિશે જાણીને આશ્ચર્ય થયું હતું. આ ઘટનામાં પોલીસને આરોપીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે ફરિયાદીને હેરાન કરવા ત્રણેય માલેતુજારો ઝાડુની ચોરી કરતા હતા.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા વિસ્તારમાં 150 રૂપિયાનું ઝાડુ-પોતું ચોરનાર ચોરો ઝડપાયા છે. આ ઘટનામાં સરથાણા પોલીસને જાણવા મળ્યું હતું કે ત્રણેય ચોરી કરનાર ચોર લખપતિ અને કરોડપતિ છે. ત્રણેય ચોર માલેતુજાર હોવાનું જાણતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઝાડુ ચોરનાર આરોપીમાં એક હીરા દલાલ, એક જમીન દલાલ અને એક એમ્બ્રોઇડરી કારખાનેદાર માલિક હોવાનું બહાર આવ્યું છે. જ્યારે પોલીસને ઝાડુ-પોતું ચોરનાર વિશે ફરિયાદ કરવામાં આવી ત્યારે સરથાણા પોલીસે CCTVના આધારે 3 ચોરોને ઝડપી પાડ્યા હતા.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસે જે આરોપીઓને ઝડપ્યા છે તેમાં જમીન દલાલ ભરત કાનાણી, એમ્બ્રોઇડરી કારખાના માલિક કલ્પેશ તેજાણી અને હીરા દલાલ જીગ્નેશ માંગુકિયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ આ કેસમાં ઘટસ્ફોટ થયો હતો કે, ફરિયાદીને હેરાન પરેશાન કરવા માટે ત્રણેય કરોડપતિઓ ચોર બનીને તેના ઝાડુની ચોરી કરતા હતા. સુરતના સરથાણા પોલીસની આ ફરિયાદ હાલ હાસ્યાસ્પદ બની છે.

Leave a Reply

Your email address will not be published.