Uncategorized

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ધુડા ગામનાં યુવાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા અત્યાર સુધીમાં કુલ આંકડો 180 પર પોહચ્યો

 458 Total Views

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ધુડા ગામનાં યુવાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા અત્યાર સુધીમાં કુલ આંકડો 180 પર પોહચ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો નોંધાતા સ્થિતિ વણસવા પામી છે.છેલ્લા એક સપ્તાહથી ડાંગ જિલ્લામાં કોરોનાનાં કેસો વકરી રહયા છે.આજરોજ આહવા તાલુકામાં સમાવિષ્ટ ધુડા ગામનાં 23 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ. અને આ કોરોના પોઝિટિવ યુવાનને કોવિડ કેર હોસ્પિટલમાં ખસેડી સારવાર હાથ ધરી હતી.ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 180 પર પોહચ્યો છે.જેમાંથી 170 જેટલા દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં 10 જેટલા એક્ટીવ કેસો હોય જે સારવાર હેઠળ છે…

Leave a Reply

Your email address will not be published.