Business

રિઝર્વ બેંક દ્વારા નાની બેંકોને પાંચ અગ્રણી બેંકોમાં મર્જ કરવામાં આવી છે.

 1,402 Total Views

કેન્દ્ર સરકારની સૂચનાને પગલે રિઝર્વ બેંક દ્વારા નાની બેંકોને પાંચ અગ્રણી બેંકોમાં મર્જ કરવામાં આવી છે. પરંતુ ટેકનીકલ કારણોસર બેંકોના મર્જરની પ્રક્રિયા પૂરી નહીં થવાને કારણે બેંક ગ્રાહકોને- ખાતેદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોટા ઉપાડે નાની બેંકોનું મોટી બેંકોમાં મર્જર માટેની કવાયત હાથ ધરવામાં આવી પરંતુ મર્જર કરવાના અણઘડ અને અવ્યવહારૂ આયોજન અને અમલીકરણને કારણે એક જ બેંકના ચેકના ક્લિયરિંગમાં પણ ધાંધિયા જોવા મળે છે અને તેના કારણે બેંકોના ચેકના ક્લિયરિંગ સહિતની કામગીરીને માઠી અસર થઈ છે અને બેંક ગ્રાહકોને પરેશાન થવું પડે છે.

નાની બેંકોનું મોટી અને અગ્રણી બેંકોમાં મર્જર કરવાની પ્રોસેસ સંપૂર્ણપણે પૂરી નહીં થવાને કારણે ચેક ક્લિયરિંગમાં ઓછામાં ઓછા ૫થી ૧૫ દિવસ થવાને કારણે બેંક ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે. બેંકોનું મર્જર કરવામાં આવ્યું તે પહેલાં એક જ બેંકનો ચેક કોઈપણ બેંકમાં જમા કરાવવામાં આવે તો તે જ દિવસે એટલેકે સેમ ડે ક્લીયર થતો હતો. પરંતુ બેંકોના મર્જરને કારણે ચેક ક્લિયરિંગની સેવાઓમાં ધાંધિયા જોવા મળે છે અને તેના કારણે બેંક ગ્રાહકોને પરેશાન થવું પડે છે.

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું પંજાબ નેશનલ બેંકમાં મર્જર કરાયું છે. ઓરિએન્ટલ બેંકના ગ્રાહકો તા. ૪ નવેમ્બર, ૨૦૨૦ના રોજનો HDFC બેંકનો એક ચેક બેંકમાં જમા કરાવ્યો હતો તે ચેક તા. ૪ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ ક્લીયર થયો હોવાનું જાણવા મળે છે. સિન્ડીકેટ બેંકના એક ખાતેદાર બેંકમાં ચેક જમા કરાવવા ગયા ત્યારે તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, કેનરા બેંકની ઓરિજિનલ બેંકમાં ચેક જમા કરાવશો તો ફક્ત પાંચ મિનિટમાં જ ક્લીયર થશે, અન્યથા ચેક ક્લિયરિંગમાં વિલંબ થશે.

Leave a Reply

Your email address will not be published.