India

સીમા પાર જઈને ભારતીય સૈનિકોએ લીધો બદલો, શીખ જવાનોએ ઉઠાવી લાવ્યા ચીની ઑફિસર

 426 Total Views

ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણની વચ્ચે ભારતીય સૈનિકોએ કેવી તાકાત બતાવી તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે લડાઈની વચ્ચે બહાદુર શીખ સૈનિકો ચીનનાં એક ઑફિસરને ઉઠાવીને લઇને આવ્યા હતા. ત્યારબાદ જ્યારે ચીને ભારતનાં 10 જવાન છોડ્યા ત્યારે ચીનનાં આ ઑફિસરને પણ છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટના 15 જૂનની રાતની છે. તે સમય સુધી કર્નલ સંતોષ બાબૂ પર થયેલા હુમલા બાદ ભારતીય સૈનિકોમાં ગુસ્સાની આગ ભભૂકી ઉઠી હતી.

પંજાબ રેજિમેન્ટનાં જવાનો ચીનનાં તંબૂમાં પહોંચ્યા હતા

બદલો લેવા માટે બિહાર રેજિમેન્ટ સાથે સાથે પંજાબ રેજિમેન્ટનાં શીખ જવાનો પણ ચીનનાં તંબૂમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને શીખ સૈનિકોએ ચીની સૈનિકો પર જોરદાર પ્રહાર કર્યો અને પછી એક ચીની ઑફિસરને પણ ઉઠાવ્યો. આ પહેલા બિહાર રેજિમેન્ટની બહાદુરીનાં કિસ્સા સામે આવ્યા હતા, કે બિહાર રેજિમેન્ટે એવું રૌદ્રરૂપ ધારણ કર્યું હતુ કે ચીની સૈનિકોનાં ગળા તેમણે તોડી દીધા હતા. આ બધું કમાન્ડિંગ ઑફિસર સંતોષ બાબૂ પર થયેલા હુમલા બાદ થયું હતુ.

6-7 કલાકમાં થઈ હતી 3 વાર મારામારી

ગલવાન ખીણમાં 15 જૂનની રાત્રે થયેલો લોહિયાળ સંઘર્ષ 6-7 કલાક ચાલ્યો અને આ દરમિયાન 3 વાર મારામારી થઈ. પહેલી મારામારીમાં હાથેથી સૈનિકો લડ્યા, બીજી મારામારીમાં ચીની સૈનિકોએ કાંટાળા રૉડનો ઉપયોગ કર્યો અને ત્રીજી લડાઈમાં ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પાર જઇને શહીદ સીઓ અને જવાનોનો બદલો લીધો. મારામારીમાં બંને તરફનાં સૈનિકો નીચે નદીમાં પડ્યા અને ચીનનાં કમાન્ડિંગ ઑફિસર સહિત કેટલાક સૈનિકો પણ ભારતીય સેનાનાં કબજામાં હતા, જેમને ગુરૂવારનાં છોડી દેવામાં આવ્યા, તો 10 ભારતીય સૈનિકોને પણ ચીને છોડી મુક્યા.

ચીની સૈનિકોને ટેન્ટ હટાવવા કહ્યું તો થઈ લડાઈ

15 જૂનની સાંજે લગભગ 7 વાગ્યે કર્નલ સંતોષ બાબૂ અને તેમની સાથે 35-40 સૈનિકો ગલવાન ખીણમાં પેટ્રોલિંગ પૉઇન્ટ-14 પર પહોંચ્યા તો જોયું કે સૈનિકોનું એક ટેન્ટ ત્યાં છે, જ્યારે વાતચીત પ્રમાણે તે હટાવવું જોઇતુ હતુ. જ્યારે ટેન્ટ હટાવવા માટે કહેવામાં આવ્યું તો ચીની સૈનિકોએ હુમલો કરી દીધો. ત્યારબાદ મારામારી થઈ અને પથ્થરમારો પણ થયો. આ પહેલી મારામારીમાં ભારતીય સૈનિકો ચીની સૈનિકો પર ભારે પડ્યા. થોડીકવાર માટે આ મારામારી શાંત થઈ. ત્યારબાદ ભારતીય સેનાની બીજી ટૂકડી પણ ત્યાં બોલાવી લેવામાં આવી, કારણ કે શંકા હતી કે ચીની સૈનિકો કંઇક હરકત કરી શકે છે.

પુરો કર્યો બદલો

ત્યારબાદ ચીની સૈનિકોની પણ એક મોટી ટૂકડી ત્યાં આવી અને શરૂ થઈ બીજી લોહિયાળ લડાઈ. આ લડાઈમાં સીઓ સંતોષ બાબૂ સહિત કેટલાક સૈનિકો નદીમાં પડી ગયા. ચીન તરફથી પણ મોટી સંખ્યામાં સૈનિકો ઘાયલ થયા અને નદીમાં પડ્યા. આ લડાઈ રોકાઈ ત્યારે બંને તરફ મોટું નુકસાન થયું હતુ. ભારતીય જવાનો સીઓ સંતોષ બાબૂની ડેડબૉડી જોઇને વધારે ગુસ્સે ભરાયા. ત્યારબાદ ભારતીય સૈનિકોએ બદલો લેવાનું નક્કી કર્યું અને ચીનની સીમામાં ઘુસીને બદલો પુરો કર્યો.

 

Leave a Reply

Your email address will not be published.