GUJARAT

સિધ્ધુએ પંજાબ સીએમ ચન્ની માટે કહ્યુ કે, આ માણસ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને ડુબાડી દેશે

 426 Total Views

પંજાબ કોંગ્રેસમાં ભડકેલી આગ શાંત થઈ રહી નથી. કોંગ્રેસનુ પ્રદેશ અધ્યક્ષ પદ છોડી ચુકેલા નવજોત સિધ્ધુના બગાવતી તેવર યથાવત છે.

સિધ્ધુએ હવે પંજાબના સીએમ ચરણજીતસિંહ ચન્ની માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. આ અંગેનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

મળતી વિગતો પ્રમાણે સિધ્ધુ આ વિડિયોમાં કહેતા સંભળાય છે કે, ચન્ની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને ડુબાડી દેશે. મને સીએમ બનાવ્યો હોત તો જોવા મળત કે કેવી સફળતા પ્રાપ્ત થાય છે.

સિધ્ધુ અને બીજા નેતાઓ લખીમપુર માર્ચ માટે રવાના થવા માટે મોહાલી એરપોર્ટ ચોક ખાતે ભેગા થયા હતા અને ત્યાં સીએમ ચન્નીની રાહ જોવાઈ રહી હતી. એ દરમિયાન સિધ્ધુ અને બીજા નેતાઓ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન સિધ્ધુનુ નિવેદન વિડિયોમાં કેદ થઈ ગયુ હતુ.

Leave a Reply

Your email address will not be published.