1,606 Total Views
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. આટલું જ નહીં 25થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના મુરાદાબાદ-આગ્રા હાઇવે પર બની હોવાનું કહેવાય છે. અત્યાર સુધીની માહિતી અનુસાર આ અકસ્માત ધુમ્મસના કારણે થયો છે. કુંદરકી વિસ્તારમાં હુસૈનપુર પુલ ઉપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે અને 25 થી વધુ લોકો ઘાયલ થયા છે.
જાન્યુઆરીના અંતમાં પણ ઉત્તર ભારતમાં ધુમ્મસ(Fog) અને ઠંડી અટકવાનું નામ નથી લઈ રહી. ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં શીત લહેર(Cold Wave) અને ધુમ્મસ અકસ્માતનું મોટું કારણ છે. ધુમ્મસ(Dense Fog)ને કારણે વિજિબિલીટી ખૂબ ઓછી થઈ રહી છે, જે ટ્રેનની ગતિને પણ અસર કરી રહી છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાન(Temperature) સામાન્ય કરતાં વધારે નીચે નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમના મોટાભાગના વિસ્તારો જાડા ધુમ્મસની ચાદરમાં લપેટેલા છે. જ્યારે મધ્યપ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં હળવાથી મધ્યમ ધુમ્મસ રહે છે.