821 Total Views
ઈન્કમટેક્સ વિભાગે, ગાંધીધામમાં સોલ્ટ (મીઠા)ના વેપારી અને નિકાસકાર, કન્સ્ટ્રક્શન, ટ્રેડિંગ અને ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાય સાથે સંકળાયેલ નીલકંઠ ગ્રુપના ૨૦ જેટલા સ્થળે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં કરોડોની રોકડ રકમ અને સોનુ- ચાંદી સહિત જ્વેલરી મળી આવી છે અને તેનું વેલ્યુએશન કરવામાં આવી રહ્યું છે.
નીલકંઠ ગ્રુપના ૨૦ બેંક લોકર સીલ કરાયા છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નીલકંઠ ગ્રુપ પર સર્ચ અને દરોડાની કાર્યવાહી ચાલુ છે અને આ સર્ચના અંતે કરોડોની કરચોરી પકડાય તેવી શક્યતા છે. I.T. વિભાગને કોમ્પ્યુટર ડેટા, C.D., ડિજિટલ ડેટા મોટાપાયે વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.
ગાંધીધામમાં વર્ષોથી મુખ્યત્વે મીઠું- સોલ્ટના વ્યવસાય સાથે સંકળાયેલ કાંગડ ફેમિલી આવકવેરાની ઝપટમાં આવી ગયું છે. I.T. અધિકારીઓએ મંગળવાર સવારથી નીલકંઠ ગ્રુપની ૫ બિઝનેસ પ્રિમાસીસ અને રેસીડેન્શિયલ સહિત ૨૦ પ્રિમાઈસીસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
અમદાવાદ, રાજકોટ સહિત સ્થાનિક આવકવેરા અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ અને દરોડાની હાથ ધરેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી છે અને તેની ગણતરી કરવા માટે કાઉન્ટિંગ મશીનની પણ મદદ લેવાઈ છે.
કરોડોની જ્વેલરી, સોના- ચાંદીના સિક્કા, બિસ્કિટ મળી આવ્યા છે અને તેનું વેલ્યુએશન કરવામાં આવી રહ્યું છે. નીલકંઠ ગ્રુપના વિવિધ બેંકોમાં ૨૦ લોકર સીલ કરાયા છે .