Ahmedabad

એસ.પી. રીંગ રોડ અસલાલી થી બંધ કન્ટેનરમાં લઈ જવાતો 8.11 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

 1,192 Total Views

દારૂબંધીના કડક અમલવારી સંદર્ભે જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે ખાસ એક્શન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીંગ કરી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલી હતી.

જેના અનુસંધાને ગ્રામ્ય પોલીસની એલસીબી શાખા એસપી રીંગ રોડ અસલાલી સર્કલ થી સનાથલ સર્કલ વચ્ચે જાળ બિછાવી કન્ટેનરમાંથી 8,11,200 રૂપિયાની કિતના 4,056 બોટલ(338-પેટી) વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

પોલીસે અહીંથી દિલ્હીના અજયકુમાર સતબીરસિંહ રાજપૂત(38) અને રાજીવ કુમાર ઉદ વીરસિંહ યાદવ(25)ની અટકાયત કરી હતી.

તેની પાસેથી પોલીસે દારૂ સહિત રોકડ, મોબાઈલ ફોન અને વાહન મળીને કુલ 1812020 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.