857 Total Views
ગ્રામપંચાયત દ્રારા ટાઉન ભરમા સેનેટાઇઝર ના છંટકાવ ની ઉથેલી માગ.
રેફરલ હોસ્પીટલ ખાતે ૩૦ બેડ સાથે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામા આવ્યુ.
તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર,પોલીસ તંત્ર કડક હાથે કામગીરી કરે તે અતીયત જરૂરી.
કોરોના ને લઇને રીટાયર્ડ નાયબ પોલીસ કમિશનર નુ મોત.
નેત્રંગ ટાઉન સહિત પંથક મા કોરોના બેફામ બની રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જેને લઇને એક દંપતી સહિત ટાઉન મા સાત લોકો નવા સંકમિત થયા છે. ત્યારે કોરોના ને કારણે ટાઉન મા રહેતા રીટાયર્ડ નાયબ પોલીસ કમિશનર નુ મોત થતા ધેરા શોકની લાગણી ફરી વળી છે. કોરોના ને લઇને ટાઉન મા અત્યાર સુધી મા કુલ પાંચ લોકોના મોત.
બીજી તરફ નેત્રંગ ગ્રામપંચાયત દ્રારા કે તાલુકા પંચાયત કે પછી મામલતદાર ઓફીસ થકી ટાઉન ભરમાં સેનેટાઇઝર ના છંટકાવ કરાવવામાં આવે તેવું પ્રજા મા ચઁચાઇ રહયું છે.
નેત્રંગ ટાઉન મા કોરોના સંકમિત નો આંકડો દિવસે દિવસે આગળ વધી રહ્યો છે.જેમા જાણવા મળેલ માહિતી મુજબ ગાંધી બજાર વિસ્તારમાં એક,જલારામ ફળીયા માં એક,લાલમંટોડી વિસ્તારમાં એક,જીનબજાર વિસ્તારમાં એક દંપતી સહિત અન્ય ચાર થી પાંચ લોકો નવા સંકમિત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થાય છે. તેમજ નેત્રંગ-ડેડીયાપાડા રોડ વિસ્તારમાં રહેતા રીટાયર્ડ નાયબ પોલીસ કમિશનર નુ કોરોના ની સારવાર દરમિયાન અંકલેશ્વર ની ખાનગી હોસ્પીટલ મા મોત થતા ટાઉન મા અત્યાર સુધી મા કોરોના ને લઇને બે પુરુષ અને ત્રણ મહિલા મળીને કુલ પાંચ લોકોના મોત થયા છે. જયારે આરોગ્ય વિભાગ તરફથી સાચી માહિતી મળતી નથી.
નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પીટલ ખાતે ૩૦ બેડ સાથે નું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા મા આવ્યુ છે. આરોગ્ય વિભાગ ના અધિકારીઓ તેમજ કમઁચારી વેકસીન મહોત્સવ ના ભાગ રૂપે ખડેપગે રાત્ર દિવસ પોતાની પોતાની ફરજ બજાવી લોકોને વેકસીન લેવા સમજાવી રહયા છે. તો બીજી તરફ રેફરલ હોસ્પીટલ ના ઇનચાર્જ મુખ્ય અધિકારી ડૉ વિજયભાઈ બાવિસકર તેમજ બોલકહેલથ અધિકારી ડૉ એ.એન.સીંગ તેમજ તેમનો કમઁચારી ગણ કોરોના ના દઁદી ઓ માટે સનેડબાય છે.
દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.