India

કોરોના કાળ માં ગણતંત્ર દિવસનો જશ્ન બદલાયો છે.

 1,315 Total Views

દેશ આજે 72મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે. આજે 26 જાન્યુઆરીના અવસર પર ફરી એકવખત દેશનું દમખમ દેખાશે. પરંતુ કોરોના કાળ માં ગણતંત્ર દિવસનો જશ્ન બદલાયો છે. રાજપથ પર દર્શક ઓછા હશે, પરેડ પણ નાની હશે, પરંતુ ભારત ના શૌર્ય અને પરાક્રમની ગર્જના આખી દુનિયા સાંભળવાનું છે.

કોરોનાના લીધે પરેડના રૂટમાં કમી આવી છે પરંતુ ઝાંકીઓની ભવ્યતા બની રહેશે. પહેલી વખત રાજપથ પર રામ મંદિરનો દીદાર થશે. પહેલી વખત સંસ્કૃતિની ઝલક પણ દેખાશે. રાજપથ પર ઉત્તરપ્રદેશની સાંસ્કૃતિક વિરાસતની ઝાંકીમાં રામ મંદિરનું મોડલ દર્શાવાશે.

યુપીની ઝાંકીના પહેલાં ભાગમાં મહર્ષિ વાલ્મિકીને રામાયણની રચના કરતાં દેખાશે. મધ્યભાગમાં રામ મંદિરનું મોડલ હશે. પહેલી વખત રાજપથ પર ભગવાન રામની ઝાંકી નીકળશે. તો ગુજરાતની ઝાંકીમાં સૂર્ય મંદિરને દર્શાવાશે. આ મંદિર મહેસાણા જિલ્લાનું પ્રાચીન મંદિર છે, જેને 1026માં ચાલુક્ય રાજવંશના રાજા ભીમે બનાવ્યું હતું.

તામિલનાડુની ઝાંકીમાં પલલ્વ રાજવંશના પ્રસિદ્ધ સમુદ્રતટીય મંદિરને દર્શાવાશે. એટલે કે રાજપથ પર શક્તિની સાથો સાથ ભક્તિનું પણ પ્રદર્શન થશે. ઉત્તરાખંડ એટલે કે દેવભૂમિની ઝાંકીમાં કેદારખંડને દર્શાવાશે, જેમાં કેદારનાથ ધામના દર્શન રાજપથ પર લોકો કરી શકશે.

પહેલી વખત એવું બનશે કે લદ્દાખની ઝાંકી રાજપથ પર દેખાશે તો બીજા રાજ્યોની ઝાંકીઓમાં તમને સાંસ્કૃતિક વારસાનો દીદાર થશે.

Leave a Reply

Your email address will not be published.