GUJARAT

રાહતના સમાચાર:કેન્દ્ર સરકાર ગુજરાતને આગામી 10 દિવસ માટે 1,63,500 રેમડેસિવિર આપશે, જેમાં 1,20,000 ઇન્જેક્શન ઝાયડસનાં હશે

 749 Total Views

કેન્દ્રએ દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી

સૌથી વધુ મહારાષ્ટ્રને 2,69,200 ઇન્જેક્શન ફાળવવામાં આવશે

મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે ગુજરાત છે, જેને સૌથી વધુ 1,63,500 રેમડેસિવિર મળશે

ગુજરાત સહિત દેશભરમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછતને કારણે સારવાર ધીમી પડી રહી છે, જેનાથી દર્દીઓ તેમજ પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે ગઈકાલે કેન્દ્ર સરકારે દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતને 30 એપ્રિલ સુધી માટે 1,63,500 રેમડેસિવિર આપવામાં આવશે. જેમાંથી 1,20,000 ઈન્જેક્શન ઝાયડસ કેડિલા કંપનીનાં રહેશે.

ગુજરાતમાં આવશે રેમડેસિવિરનો એક મોટો જથ્થો
રાજ્યમાં આજે પણ અનેક શહેરોમાં રેમડેસિવિર ઈન્જેકશન મેળવવા દર્દીનાં પરિવારજનો દિવસ-રાત અલગ-અલગ હોસ્પિટલોના ધક્કા ખાઈ રહ્યા છે. બે દિવસ પહેલાંની હાઈકોર્ટની સુનાવણીમાં પણ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા રેમડેસિવિરનો મોટો જથ્થો ગુજરાતને મળવા જઈ રહ્યો છે. કેન્દ્ર આગામી 10 દિવસમાં 19 રાજ્યમાં રેમડેસિવિર મોકલશે, જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રને 2,69,200 ઈન્જેક્શન ફાળવવામાં આવશે. મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે ગુજરાત છે, જેને સૌથી વધુ 1,63,500 રેમડેસિવિર મળશે.

હાલ દર્દીઓને માત્ર ત્રણ ડોઝ જ મળે છે
ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓને ઈન્જેક્શનના ત્રણ ડોઝ પછી આગળના ડોઝ મળી શક્યા ન હતા. રેમડેસિવિરની અછતને કારણે ડોક્ટરો પણ દર્દીઓને 6 ઈન્જેક્શનનો કોર્સ પૂર્ણ કરાવી શક્યા નથી. એટલા જ માટે છેલ્લા બે-ત્રણ દિવસમાં દેશમાં જે રાજ્યમાં કેસો સૌથી વધુ આવી રહ્યા છે ત્યાં રેમડેસિવિરની ફાળવણીના અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. નોંધનીય છે કે 21 એપ્રિલ સુધીમાં રાજ્યમાં સરકારે 3.12 લાખ જેટલાં રેમડેસિવિર દર્દીઓ સુધી પહોંચાડ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.