Business

સ્ટેશનો પર રીડેવલપમેન્ટ કામ શરૂ કરી રહી છેજેના કારણે મુસાફરો પાસેથી સર્વિસ ચાર્જ વસુલવામાં આવશે.

 1,332 Total Views

ટુક સમયમાં હવે મોટા મોટા રેલવે સ્ટેશનો (Indian Railways) પર મુસાફરોને વધારે ભાડુ આપવુ પડશે. (Indian Railways) કેટલાક સ્ટેશનો પર રીડેવલપમેન્ટ કામ શરૂ કરી રહી છેજેના કારણે મુસાફરો પાસેથી સર્વિસ ચાર્જ વસુલવામાં આવશે. સરકારની નજર હાલના સમયે 100થી વધારે સ્ટેશનો પર છે જ્યાં કામ શરૂ કરવામાં આવશે. આ કામ પ્રાઇવેટ કંપની સાથે મળીને કરવામાં આવશે આથી આ કંપનીઓ મુસાફર પાસેથી ચાર્જ વસુલશે.

કેબિનેટની બેઠકમાં નિર્ણય લઈ શકાય છે
મીડિયા રીપોર્ટ અનુસાર આવતા 2 અઠવાડિયામાં કેબિનેટ મુસાફરો પાસેથી યુઝર ચાર્જની રકમ અંગે નિર્ણય લઈ શકે છે. તેના કયા સ્ટેશનો પર ચાર્જ લાગુ પડશે. રેલવે મંત્રાલય ટૂંક સમયમાં આ અંગે કોઈ નિર્ણય લઈ શકે છે. માનવામાં આવે છે કે આ ચાર્જ 10 થી 50 રૂપિયાની વચ્ચે હોઇ શકે છે.

યૂઝર ચાર્જ 120 સ્ટેશનો પર લાગુ થઈ શકે છે
આ ચાર્જ જુદા જુદા વર્ગોમાં મુસાફરી કરતા મુસાફરો માટે અલગ હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ભારતીય રેલ્વે શરૂઆતમાં 120 સ્ટેશનો પર ચાર્જ લાગુ કરી શકે છે. માનવામાં આવે છે કે પ્રથમ તબક્કામાં, 120 સ્ટેશનો પર યુઝર ચાર્જ લાગુ કરવામાં આવશે. આમાં નવી દિલ્હી, મુંબઇ (છત્રપતિ શિવાજી ટર્મિનસ), નાગપુર, તિરૂપતિ, ચંદીગઢ, ગ્વાલિયર જેવા સ્ટેશનો શામેલ છે.

આ ચાર્જ કોના હાથમાં જશે
તમને જણાવી દઇએ કે આ સમયે રેલવે ખાનગી રોકાણકારોને આ તક આપવા માટે પુનર્વિકાસ પર વિચાર કરી રહી છે. આ સિવાય મુસાફરો પાસેથી યુઝર ચાર્જ વસૂલવામાં આવે છે જે સીધા ખાનગી રોકાણકારોના હાથમાં જશે. આવી સ્થિતિમાં, તેઓને નિશ્ચિત આવક મળશે.

પ્લેટફોર્મ ટિકિટ પણ મોંઘી થઈ શકે છે
આની અસર પ્લેટફોર્મ ટિકિટ પર પણ પડી શકે છે, એટલે કે તેના માટે વધુ ચાર્જ ચુકવવો પડશે. જો તે ભાડામાં શામેલ કરવામાં આવશે કે આ ચાર્જ અનરિઝર્વ કેટેગરીમાં શામેલ કરવામાં આવશે કે નહીં, હાલમાં તે અંગે સહમતિ બની શકી નથી.

Leave a Reply

Your email address will not be published.