India

દેશમાં છેલ્લાં 24 કલાકમાં રેકર્ડબ્રેક કોરોનાના કેસ, સૌથી વધુ મોત, કુલ કેસ 8 લાખને પાર

 394 Total Views

ભારત સહિત દુનિયાભરના 180થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો ખોફ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 1.22 કરોડથી વધુ લોકો આ સંક્રમણની ઝપટમાં આવી ચૂકયા છે. આ વાયરસ 5.54 લાખથી વધુ દર્દીઓની જિંદગી છીનવી ચૂકયા છે. ભારતમાં પણ લગભગ દરરોજ કોરોનાના કેસ વધતા જઇ રહ્યા છે. સ્વાસ્થય મંત્રાલય દ્વારા શનિવારના સવારે રજૂ કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 820916 થઇ ગઇ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 27114 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં સામે આવનાર કોરોના દર્દીઓની આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે.

એટલું જ નહીં આ દરમ્યાન દેશમાં 519 કોરોના સંક્રમિતોના મોત પણ થયા છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. દેશમાં 515386 દર્દી અત્યાર સુધી સાજા થઇ ગયા છે અને 22123 લોકોના મોત થયા છે. રિકવરી રેટની વાત કરીએ તો આ મામૂલી વધારો થયા બાદ 62.78 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 9.59 ટકા છે. દેશના તમામ રાજ્યોમાંથી કોરોના દર્દી સામે આવી રહ્યા છે. કેટલાંય રાજ્ય એવા પણ છે જે આ મહામારીમાંથી મુક્ત થઇ ચૂકયા હતા. પરંતુ પ્રવાસીઓના રાજ્યમાં દાખલ થવાથી આ સંક્રમણની જદમાં આવી ગયા.

આપને જણાવી દઇએ કે છેલ્લાં 24 કલાકમાં જે પાંચ રાજ્યોમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે તે મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, દિલ્હી અને તેલંગાણા છે. મહારાષ્ટ્રમાં 7862, તામિલનાડુમાં 3680, કર્ણાટકમાં 2313, દિલ્હીમાં 2089 અને તેલંગાણામાં 1278 કેસ સામે આવ્યા છે. આ દરમ્યાન મહારાષ્ટ્રમાં સૌથી વધુ 226 લોકોના મોત થયા છે. તામિલનાડુમાં 64, કર્ણાટકમાં 57, દિલ્હીમાં 42 અને ઉત્તરપ્રદેશમાં 27 કોરોના સંક્રમિતોના મોત થયા છે.

ઉલ્લેખનીય છેકે WHOના પ્રમુખ ટેડ્રોસ ગ્રેબેયસેસે શુક્રવારના રોજ જીનેવામાં આયોજીત એક પત્રકાર પરિષદમાં કહ્યું કે હજુ પણ શકય છે કે કોરોનાવાયરસને કાબૂમાં કરી શકાય છે. છેલ્લાં 6 સપ્તાહમાં કોરોનાના કેસ બમણ થવા છતાંય તેના પર કાબૂ કરી શકાય છે. તેમણે ઇટલી, સ્પેન, સાઉથ કોરિયા અને ભારતના સૌથી મોટા ઝૂંપડીપટ્ટી વિસ્તાર ધારાવીનું ઉદાહરણ આપતા કહ્યું કે આ વિસ્તારોએ દેખાડ્યું કે આ વાયરસ ગમે તેટલો ખતરનાક હતો પરંતુ કડક પગલાંની સાથે તેના પર કાબૂ મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.