GUJARAT

RBI Governor Address: ગવર્નર શક્તિકાંત દાસની આજે 10 કલાકે પ્રેસ કોન્ફરન્સ, શું સામાન્ય માણસને મળશે રાહત ?

 805 Total Views

આરબીઆઈએ ટ્વીટર પર તેની જાણકારી આપી છે.

નવી દિલ્હીઃ દેશમાં સતત મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે અને તેની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. ત્યારે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10-00 કલાકે એક પ્રેસ કોન્ફરન્સ યોજશે. આરબીઆઈએ ટ્વીટર પર તેની જાણકારી આપી છે. શક્તિકાંત દાસનું આ સંબોધન પહેલાથી નક્કી ન હતું. તેમાં કેટલીક મહત્ત્વની જાહેરાત થઈ શકે છે.
મળતી માહિતી મુજબ RBI ગવર્નર લોન મોરેટોરિયમ ( loan moratorium) નાના લોનધારકો માટે લોન-રિસ્ટ્રક્ચરિંગ (one-time loan restructuring for small borrowers) વગેરેની જાહેરાત કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.