906 Total Views
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા માં કોરોના ના કેસો વધી રહ્યા છે જેથી નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા, સાગબારા તથા રાજપીપળા માં પણ તંત્ર તથા વેપારી મંડળ દ્વારા ગુરુવાર સુધી બજારો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જેથી કોરોના ના વધતા જતા સંક્રમણને અટકાવી શકાય.
કોરોનાની આ વિકટ પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે આવેલા પૌરાણિક હરસિદ્ધિ માતાજી મંદિર તથા કાળકા માતાજી નું મંદિર નો મેળો તથા મંદિર કોરોના મહામારી ના કારણે તારીખ ૧૨/૦૪/૨૦૨૧ તારીખ ૨૨/૦૪/૨૦૨૧ સુધી સદંતર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.