GUJARAT

Rajkot: મરવું સહેલું નથી પણ મજબૂરી છે, કોરોનામાં કામકાજ નથી, ખરાબ સમય આવી ગયો છે…….યુવાને બે સંતાનોને કોરોનાની દવા ગણાવી ઝેર પિવડાવીને પોતે પીધું ને…….

 1,012 Total Views

રાજકોટ-સામુહિત આત્મહત્યાના પ્રયાસ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પુત્રનું મોત થતાં પિતા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. છેતરપિંડી થઇ હોવાને કારણે પિતા, પુત્ર અને પુત્રીએ ઝેરી દવા પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ હતો.

રાજકોટઃ કર્મકાંડી વિપ્ર પરિવારના ત્રણ સભ્યોએ આપધાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. શાસ્ત્રીનગરના શિવનગરમાં રહેતા કમલેશભાઈ લાબડીયાએ પોતે પુત્રી અને પુત્રે જેરી દવા પી જતા બેભાન હાલતમાં સારવારમાં ખસેડવામમાં આવ્યા છે. કોરોના ન થાય તેથી આ દવા પી લેવાનુ કહેતા પુત્રી અને પુત્રએ પીધી હતી. ત્યારબાદ પોતે પી લેતા ત્રણેય બેભાન થઈ ગયા હતા. જોકે, સારવાર દરમિયાન પુત્રનું મોત નીપજ્યું છે.  પત્નીએ દવા ન પીતા પોલીસને જાણ કરતા પરિવારના ત્રણને સારવારમાં ખસેડાયા હતા. કમલેશભાઈના પત્નીનો આક્ષેપ છે કે, એસ. ડી વોરા વકીલના સંબંધીને કમલેશભાઈએ 1.20 કરોડમાં મકાન વેચ્યું હતું.

રાજકોટમાં સામુહિક આત્મહત્યાના પ્રયાસ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પુત્રનું મોત થતાં પિતા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. છેતરપિંડી થઇ હોવાને કારણે પિતા, પુત્ર અને પુત્રીએ ઝેરી દવા પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ હતો.

માત્ર 20 લાખ આપી બીજી 1કરોડની રકમ ન આપી વકીલ વોરા દ્વારા ખોટા કેસ કરાવતા હોવાથી આ પગલુ ભર્યાનો આક્ષેપ લગાવ્યો છે. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. બેભાન લોકો સ્વસ્થ થતાં નિવેદન લેશે.

કમલેશભાઈએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે મરવાનું કારણ આર.ડી.વોરા તથા દિલીપભાઇ કોરાટ જેણે મારૂ મકાન લીધું છે. રૂપિયા 65 લાખનો ખોટો આરોપ મુકેલ છે. મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા પણ નથી કાર અને મકાનનાં ચાર હપ્તા ચડી ગયા છે. 2 કરોડ 12 લાખ મારા દિનેશ તથા ભાવીન લઇને જતા રહ્યાં છે. ત્યારબાદ મારી મુંઝવણ સતત વધી ગઇ છે. મને ખબર છે હું સમજી વિચારીને જ આ પગલુ ભરૂ છું. છેલ્લે લાખની જરૂર હતી તો નરેન્દ્ર પુજારાને મેં સાટાખત ભરીને 12 લાખ સાટાખતનાં ભરેલા છે. ઘણુ બધુ લખવું છે ઉતાવળમાં લખુ છું. સમય નથી મને બધા બહુ યાદ આવે છે. મરવુ સહેલું નથી પણ મજબૂરી છે. કોરોનામાં કામકાજ નથી અને સમય ખરાબ ચાલી રહ્યો છે. બધાના નામ નથી લેતો પણ બધાને જયશ્રી કૃષ્ણ.

બ્રાહ્મણ પરિવારે મધરાત્રે એકાદ વાગ્યે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં આધેડ અને પુત્ર-પુત્રીને તુરંત જ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાયા છે. પિતાએ કોરોનાની દવા છે તેમ કહી પુત્ર-પુત્રી અને પોતે પણ પી લીધી હતી. પિતાએ લખેલી સુસાઇડ નોટમાં લખ્યું છે કે, 2.12 કરોડ દિનેશ અને ભાવિન લઇને જતા રહ્યાં છે.

કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.45) ગઇકાલે સાંજે બહારથી ઝેરી દવા ઘરે લઇ આવ્યા હતા. રાત્રે બધાને કહ્યું કે આ કોરોનાની દવા છે આ દવા પીધા બાદ કોરોના ન થાય. જેથી તેમની પુત્રી કૃપાલી (ઉ.વ.22), પુત્ર અંકિત (ઉ.વ.21) તેમજ પત્ની જયશ્રીબેન (ઉ.વ.42)ને આપી હતી. જેથી જયશ્રીબેને પીવાની ના પાડી દીધી હતી અને કમલેશભાઇએ તેમના પુત્રો સાથે મળી આ દવા ગટગટાવી લીધી હતી અને બાદમાં તબીયત લથડતાં તુરંત જ પત્નીએ સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.