1,129 Total Views
ત્તર પ્રદેશના હાથરસ કાંડના પીડિત પરિવારોને મળવા દિલ્હીથી પોતાના કાફલા સાથે નિકળેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી ગ્રેટર નોએડા પાસે રોકી લેવામાં આવ્યા હતાં. ત્યાર બાદ રાહુલ પ્રિયંકા બંને પગપાળા જ હાથરસ માટે યમુના એક્સપ્રેસવ-વે પર નિકળી પડ્યા હતાં. અહીં રાહુલ ગાંધી સાથે અકસ્માત સર્જાયો હતો.
હાથરસ તરફ ચાલતા જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પોલીસ સાથે ખેંચતાણ થઈ ગઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધી અચનક જમીન પર ફસડાઈ પડ્યા હતાં. જેને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે અટકાયતમાં લીધા છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસે મને ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મેં તેમને (પોલીસકર્મીઓ)ને કહ્યું હતું કે, તમે મને એકલાને જ હાથરસ જવા દો…. કારણ કે એકલા વ્યક્તિ પર કલમ 144 લાગુ નથી પડતી. પરંતુ પોલીસે મને જવા દેવાને બદલે ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું પીડિતાના પરિવારજનોને મળવા માંગુ છું. પરંતુ પોલીસ મને તેમ કરતા અટકાવી રહી છે. પરંતુ હું રોકાઈશ નહીં. પોલીસે મને અટકાવવા માટે ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો તેમ રાહુલ ગાંધી એ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય્ય સિંહ લલ્લૂએ દાવો કર્યો હતો કે, પોલીસ સાથે ધક્કા-મુક્કીમાં રાહુલ ગાંધીના હાથના ભાગે ઈજા થઈ છે. રાહુલ ગાંધી સાથે પોલીસે ધક્કામુકી કરતા તેમને હાથના ભાગે ઈજા પહોંચી છે. તેઓ ઈજાગ્રસ્ત સ્થિતિમાં છે.
ઉત્તર પ્રદેશ પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંનેની અટકાયતમાં લઈ લીધા છે. ઉલ્લેખનીય છે કે, બંને કોંગ્રેસના નેતા હાથરસની 19 વર્ષિય પીડિતાના પરિવારજનોને મળવા જઈ રહ્યાં હતાં.