GUJARAT

પલમોનોલોજીસ્ટ ડો. તેજસ કકડે જણાવ્યુ કે, કોરોનાની રસી લેવાની ઉતાવળ કરવી જોઇએ નહી,.

 1,923 Total Views

કોરોનાની મહામારી (Corona Epidemic)ના પ્રકોપ થી બચવા માટે રસી એકજ ઇલાજ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. વાઇરસ (Virus)થી થતા કોઇ પણ રોગ માટે અસરકારક દવાઓ શોધી શકાઇ નથી. પરંતુ વાઇરસથી થતા રોગ જેવા કે કમળો, સ્વાઇન ફલૂ, ડેન્ગ્યૂ, ઓરી, અછબડા શિતળા અને પોલીયો જેવા રોગની મહામારીને નાથવામાં રસી અસરકારક સાબિત થઇ રહી છે. આ રોગની રસી બજારમાં આવતા પૂર્વે સંખ્યાબંધ કલીનીકલ પરિક્ષણ અને લાંબા સમયના અંતરે આ રોગની રસીઓ આવી હતી. પરંતુ કોરોનાના પ્રકોપને જોતા ઘણા ઓછા સમયમાં અને સીમીત પરીક્ષણો બાદ કોરોનાની વેકિસીન (Corona vaccine) આવી રહી હોવાથી તે સામે પ્રશ્નો ઉઠવા સામાન્ય બાબત છે. કોરોનાની વેકિસન ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ (Front line Corona Warriors)ને આપવાની છે. ત્યારે તેમા સમાવિષ્ઠ ડોકટર્સમાંજ મતમંતાર પ્રવર્તી રહ્યા છે.

કોરોનાની વેકિસન હવે દસ્કત આપી રહી છે. કોરોનાના દર્દીઓના સીધા સંપર્કમાં રહેનારની યાદીઓ તંત્ર દ્વારા પુર્ણતાના આરે પહોંચી છે. ત્યારે શહેરના કોરોનાના ૭ થી ૮ હજાર દર્દીઓની સારવાર કરનાર પલમોનોલોજીસ્ટ ડો. તેજસ કકડે એક વાતચીત દરમિયાન જણાવ્યુ હતુકે, કોરોનાની રસી લેવાની ઉતાવળ કરવી જોઇએ નહી, આ રસીની આડ અસર થશે કે નહી ? તે કહેવુ હાલ મુશ્કેલ અને ઉતાવળભર્યુ છે. આ રસી કેટલી અસરકારક રહેશે કે તેની ગંભીર આડ અસર છે કે નહી ? તે અંગેની કોઇ માહિતી નથી. ત્યારે તે લેતા પહેલા તેના કલીનીકલ પરિક્ષણ અંગેના ફેઇઝને સમજવુ પડશે.

વાઇરસ બહુરૂપી છે આથી તેની દવા શોધી શકાતી નથી

વાઇરસ બહુરૃપી હોવાનું જણાવતા શહેરના બાળરોગ નિષ્ણાંત ડો.પરેશ મજમુંદારે જણાવ્યુ હતુકે વાઇરસ દર વર્ષે સ્વરૃપ બદલતો હોય છે. આથી વાઇરસથી થતા રોગ માટે ચોકકસ દવા શોધી શકાતી નથી પરંતુ તેની અસરકારક રસી શોધી શકાઇ છે. કોરોનાની રસી જીવના જોખમ સામે રક્ષણ આપતી હોય ત્યારે વ્યકિતગત થોડુક રીસ્ક લઇને તે લેવી હિતાવહ છે. પ્રથમતો તે ડોકટર્સ સહિતના સ્ટાફને અપાઇ રહી છે. ત્યારે ચીંતાનુ કોઇ વ્યાજબીકારણ દેખાતુ નથી.

વેકિસન લેનારનુ સતત મોનીટરીંગ થવુ જોઇએ

કોરોના વોરિયર્સને પ્રથમ કોરોનાની રસી આપવામાં આવનાર છે. ત્યારે રસી જે વ્યકિતને આપવામાં આવે તેની સમયાંતરે તપાસ થતી રહેવી જોઇએ. વિદેશમાં પણ આ અમલ શરૃ કરાયો છે. તેનો ફાયદો એ થશે કે રસી કેટલી કારગત નિવડી છે તેની જાણકારી મળશે અને આ ડેટાનો ઉપયોગ વેકસીનના ડોઝમાં લાવવમાં આવતા બદલાવમાં પણ મદદરૃપ સાબિત થશે તેવુ ડો.હિતેન કારેલીયા (ઇન્ફેકશન સ્પેશીયાલીસ્ટ)એ જણાવ્યુ હતુ.

કોરોનાની રસીના કલીનીકલ ટ્રાયલની સંખ્યા વધારવી જરૂરી

કોરોનાની જે રસી આવી રહી છે. તે રસીનું પરીક્ષણ વયસ્કો અને બાળકો ઉપર થયુ નથી. હાલમાં આવી રહેલી રસીના પરીક્ષણો વધુ થવા જરૃરી છે. કોરનાની રસીનો લાભ સમાજના દરેક વર્ગને મળે તેવા પ્રયત્નો જરૃરી છે. અશકત ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેન્સરજેવા રોગના દર્દીઓ ઉપર પણ તેના પરીક્ષણો વધુ થવા જરૃરી છે. ડો.તુષાર ચોકસી (એનેસ્થેટીસ)

Leave a Reply

Your email address will not be published.