GUJARAT

હોમિયોપેથિક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સના આઇપેન્ડ દરો ન વધતા વિરોધ પ્રદર્શન

 2,225 Total Views

ગુજરાત પ્રદેશના હોમીયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નસના સ્ટાઈપન્ડ દરોમાં વધારો કરવામાં ન આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અવાર-નવાર રજૂઆતો કરવા છતાં વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારવામાં નહી આવતા એબીવીપીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા આજે આણંદની હોમીયોપેથીક કોલેજ ખાતે ધરણાં પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વધુમાં મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૯-૯-૨૦૧૮ના ઠરાવ પ્રમાણે મેડિકલ, ડેન્ટલ, ફીઝીયોથેરાપી, હોમીયોપેથી અને આર્યુવેદના સ્નાતક અભ્યાસક્રમના ઈન્ટર્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડેન્ટના સ્ટાઈપેન્ડના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. તે મુજબ હોમીયોપેથીકના જૂના સ્ટાઈપેન્ડ વધારો કરાયો છે. આ ઠરાવ મુજબ મેડિકલ, ડેન્ટલ, ફીઝીયોથેરાપી અને આયુર્વેદના અભ્યાસક્રમના રેસીડેન્ટને નવા નિયમ મુજબનું સ્ટાપેન્ડ મળે છે પરંતુ હોમીયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નિસને જુના ઠરાવ મુજબ સ્ટાઈપન્ડ આપવા આવે છે. જેથી વિદ્યાર્થી સંગઠન એબીવીપીની આગેવાનીમાં છેલ્લા ૧૫ દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.

થોડા સમય પૂર્વે આણંદ સ્થિત હોમીયોપેથીક કોલેજોના આચાર્યોને વિદ્યાર્થીઓએ લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ આ અંગે જિલ્લા કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરાઈ હતી.

વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલ આંદોલન બાદ પણ આ અંગે કોઈ નિર્ણય ન લેવાતા એબીવીપી દ્વારા આંદોલનને આગળ ધપાવવામાં આવ્યું છે અને આજે આણંદની હોમીયોપેથીક કોલેજ ખાતે ધરણાં પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે ઈન્ટર્નસ વિદ્યાર્થીઓની માંગણી વહેલી તકે સરકાર દ્વારા સ્વીકારવામાં નહી આવે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.