GUJARAT

આણંદ તાલુકાની 44 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ તૈયારીઓનો ધમધમાટ

 663 Total Views

– જિલ્લા ચૂંટણી પંચ દ્વારા 26 ગામોની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી

આણંદ : આગામી ડિસેમ્બર-૨૦૨૧ દરમ્યાન આણંદ તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર હોઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરીને લઈ ૨૬ ગામોની પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.
આ અંગે વધુમાં તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ જાહેર કરવામાં આવેલ પ્રાથમિક મતદાર યાદીમાં કોઈનો વાંધો કે સૂચન હોય તો આગામી તા.૧૮ ઓક્ટોબર, ૨૦૨૧ સુધીમાં આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીનો રૂબરૂમાં સંપર્ક કરવા જણાવાયું છે. આણંદ તાલુકાની અડાસ, ગામડી, આંકલાવડી, બેડવા, ચિખોદરા, ગોપાલપુરા, હાડગુડ, જીટોડિયા, ઝાંખરીયા, જોળ, કાસોર, ખેરડા, કુંજરાવ, લાંભવેલ, મેઘવા(ગાના), નાપાડ(વાંટા), રાહતલાવ, રામનગર, રાસનોલ, સામરખા, સંદેશર, સારસા, સુંદણ, વડોદ, વહેરાખાડી અને વાંસખીલીયા ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ડિસેમ્બર માસ દરમ્યાન યોજાનાર છે.

હાલ ચાલી રહેલ નવરાત્રિ પર્વને લઈ શેરી ગરબા યોજાઈ રહ્યા છે. જેને લઈ અબાલવૃધ્ધો સૌ એક જ સ્થળે એકત્ર થતા હોઈ ગ્રામ્ય પંથકમાં ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published.