726 Total Views
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી એકવાર પોસ્ટર્સવોર શરૂ થયું છે. રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સુરતના વરાછા, સરથાણા વિસ્તારમાં કુમાર કાનાણીના પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં આરોગ્યમત્રી કોઈને મળે તો સિવિલ પહોંચાડવા વિનંતી. જેવા લખાણો લખવામાં આવ્યા છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ એકપણ મંત્રી દેખાતા નથી. ત્યારે આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા છે ના પોસ્ટર લાગતા મોટો વિવાદ ઉભો થયો છે. આ પોસ્ટર્સ કોણે લગાવ્યા તે પણ એક મોટો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. સુરતમાં સતત સંક્રમણ વધી રહ્યા છે છતાં આરોગ્યમંત્રી ધ્યાન આપતા ન હોવાનો આરોપ વિરોધ પક્ષ કરી રહ્યો છે.