GUJARAT

પૂ. જલારામ બાપાની કાલે 222મી જન્મજયંતિ

 817 Total Views

– જામનગરમાં જલારામ શોભાયાત્રામાં વિશાળ રોટલાને દર્શનાર્થે મુકાશે
– સાત ફૂટના વિરાટ રોટલાને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ મળી ચૂક્યું છે સ્થાન
– વિરપુરે સજ્યા શણગાર : ઘરે – ઘરે બંધાયા તોરણો, રંગોળીઓના અનેરાં સુશોભન

– જગવિખ્યાત જલારામ મંદિર રોશનીથી ઝળહળી ઉઠયું, ભવ્ય શોભાયાત્રાઃ મેઈન બજારને શણગાર, શેરીએ-શેરીએ સુશોભન

વિરપુર

સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુરમાં ગુરૂવારે સંત શિરોમણી પૂ. જલારામબાપાની ૨૨૨મી જન્મજયંતિ ધામધૂમતી ઉજવાશે. કોરોના મહામારી હળવી થતા વિરપુરવાસીઓમાં પૂ. બાપાની જન્મજયંતિ ઉજવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉજવણીની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઘરોઘર તોરણો બાંધી રંગોળીના સુશોભનો કરાયા છે. બજારો ધજાપતાકા રોશનીના શણગારથી દીપી ઉઠી છે. તો જલારામ મંદિર પણ રોશનીથી ઝળહળી ઉઠયું છે.

યાત્રાધામ વિરપુરમાં સંત શિરોમણી પૂજય જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ કારતક સુદ સાતમને ગુરૂવારે તા.૧૧ નવેમ્બરના રોજ ઉજવાશે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે પૂજય બાપાની જન્મજંતિ સાદાઈથી ઉજવાઈ હતી. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી હળવી થતા યાત્રાધામ વિરપુરમાં ધામધૂમતી ઉજવણી થશે. તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

વીરપુરમાં પૂજય બાપાની જન્મજયંતિ ઉજવવા વિરપુર વાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. પૂજય બાપાની જન્મજયંતિ ઉજવણીના ભાગ રૂપે વિરપુરની મેઈન બજારોમાં રંગબેરંગી લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો વિરપુર વાસીઓએ પણ પોતાના ઘર, દુકાનોને અવનવી લાઈટથી સુશોભીત કર્યા છે.

ગુરૂવારે બાપાની જન્મજયંતિને લઈને વીરપુર જલારામબાપાના દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત જલારામ બાપાના દર્શન કરી શકે માટે ૨૫૦ જેટલા સ્વયં સેવકો પૂજય બાપાની જગ્યામાં તેમજ બાપાની, ધર્મશાળા ખાતે પ્રસાદ કેન્દ્રમાં પોતાની સેવા આપશે.

તેમજ પૂજય બાપાની જન્મજયંતિ નિમિત્તે સમસ્ત ગ્રામજનો દ્વારા જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. વીરપુરમાં ઘેરઘેર રંગોળીઓ તેમજ અલગ અલગ ચોકમાં અવનવા ફલોટ તૈયાર કરાયા છે. પૂજય બાપાની જન્મજયંતિ ઉજવવા માટે વીરપુરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

– કાલે જલારામ જયંતી મહોત્સવ પ્રસંગે

– જામનગરમાં જલારામ શોભાયાત્રામાં વિશાળ રોટલાને દર્શનાર્થે મુકાશે

– સાત ફૂટના વિરાટ રોટલાને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ મળી ચૂક્યું છે સ્થાન

જામનગરમાં યોજાનારી જલારામ શોભાયાત્રામાં ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા વિશાળ રોટલાને પણ લોકા દર્શનાર્તે મુકાશે.
જામનગર શહેરમાં જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા તા. ૧૧મીએ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતી નિમિત્તે વાહનોની એક વિશાળ જલારામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં પ્રારંભમાં અને અંતમાં ડી.જે. સિસ્ટમ સાથેના ફ્લોટ્સ મુકવામાં આવશે. ઉપરાંત અંતિમ રથમાં જલારામ બાપાની વિશાળ કદની પ્રતિકૃતિ મૂકવામાં આવશે. દર્શનાર્થે આવેલા જલારામ ભક્તોને પ્રસાદ વિતરણ પણ આ રથમાંથી જ કરાશે.

આ ઉપરાંત શોભાયાત્રામાં ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલો ૭ ફૂટ બાય ૭ ફૂટનો વિશાળ કદનો રોટલો પણ જલારામ મહોત્સવ સમિતિ દ્વારા વિશેષ રૂપે તૈયાર કરીને શોભાયાત્રામાં જોડાનારા ભાવિકોના દર્શનાર્થે મૂકાશે.

જલારામ બાપાના મહાપ્રસાદ એવા વિશાળ કદના રોટલાના દર્શનનો લાભ લેવા જલારામ મહોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે. સાથો સાથ જલારામ ભક્તોએ પોતાના ટુ વ્હીલર તેમજ કાર સાથે શોભાયાત્રામાં જોડાવા સર્વે ભાવિકોને અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published.