International

પોમ્પિયોએ માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથે મુલાકાત કરી અને હિંદ મહાસાગરમાં સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો.

 619 Total Views

ચીન (China) ને ઘેરી લેવાના પ્રયાસમાં અમેરિકા (America) માલદીવ (Maldives)માં પોતાનું દૂતાવાસ ખોલવા જઈ રહ્યું છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો (Mike Pompeo) એ આ જાહેરાત કરી. પોમ્પિયોએ માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ (Abdullah Shahid) સાથે મુલાકાત કરી અને હિંદ મહાસાગરમાં સુરક્ષાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે અમેરિકા બંને દેશોમાં સહયોગ વધારવા માલદીવમાં પોતાનું દૂતાવાસ ખોલવા જઈ રહ્યું છે.

પુલની જેમ કામ કરશે

આ નિર્ણયને ઐતિહાસિક પગલું ગણાવતાં માલદીવના વિદેશ મંત્રીએ કહ્યું કે તે બંને દેશો વચ્ચે પુલની જેમ કામ કરશે. આ બેઠકમાં માલદીવ્સે પણ જળવાયુ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે કહ્યું કે અમારું કાર્બન ફૂટપ્રિન્ટ ખૂબ ઓછું હતું પરંતુ અમે હજી પણ જળવાયુ પરિવર્તનથી પીડિત છીએ.

અમે ઇચ્છીએ છીએ કે અમેરિકા અને અન્ય મોટા દેશો મળીને એક સાથે આ દિશામાં કામ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે માલદીવ માટે અમેરિકન એમ્બેસીની સેવાઓ હાલમાં શ્રીલંકાના કોલંબો સ્થિત અમેરિકન દૂતાવાસથી ઉપલબ્ધ કરાય છે.

પોમ્પિયોના હુમલા અંગે ચીની જવાબ

આ પહેલા શ્રીલંકાની યાત્રા દરમ્યાન માઇક પોમ્પિયોએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ગોટાબયા રાજપક્ષે સાથે મુલાકાત કરી હતી અને ચીનની સામ્યવાદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે ચીની સરકારને ‘શિકારી’ (Predator) ગણાવી હતી, તેના જવાબમાં કોલંબોમાં આવેલા ચીની દૂતાવાસે ‘એલિયન્સ vs પ્રેડટર’ વીડિયો ગેમની એક તસવીર ટ્વીટ કરી હતી. ચીને લખ્યું, ‘માફ કરજો, મિસ્ટર પોમ્પિયો અમે ચીન-શ્રીલંકાની મિત્રતા અને સહયોગને પ્રોત્સાહિત કરવામાં વ્યસ્ત છીએ, તમારી ‘એલિયન vs પ્રેડટર’ ગેમમાં અમને કોઇ દિલચસ્પી નથી. ચીનનો આરોપ છે કે અમેરિકા શ્રીલંકાની સાથે તેના સંબંધોને ખરાબ કરવા માંગે છે.

ભારત સાથે થઇ હતી 2+2 વાર્તા

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો માલદીવ અને શ્રીલંકાની મુલાકાતે જતા પહેલા ભારતની સાથે 2+2 વાર્તામાં સામેલ થયા હતા. આ બેઠકમાં ચીન સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. LAC પર તણાવની વચ્ચે થયેલી આ બેઠકથી ડ્રેગન બરાબરનું ભડકયું છે.

Leave a Reply

Your email address will not be published.