1,567 Total Views
ભારત માં કોરોના વાયરસ સામે બે રસી નો ઇમર્જન્સી ઉપયોગ કરવાની મંજૂરી મળ્યા બાદ ભારતમાં રાજકારણે જોર પકડ્યું છે. આ દરમિયાન હૈદરાબાદ ના ભારત બાયોટેક ના સીએમડી ક્રિષ્ના ઇલ્લા નું દર્દ સામે આવ્યું છે. તેમણે કેટલીક કંપનીઓ પર કોવેક્સીન ને ‘પાણી’ ગણાવતા નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમારી નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે કોઇપણ અમારી વેક્સીન ટ્રાયલ પર પ્રશ્ન ના ઉઠાવે. તેમણે કહ્યું કે કોવેક્સિન બેકઅપ નથી. કેટલાક લોકો દ્વારા રસીનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આના પર કોઈ રાજકારણ ના થવું જોઈએ.
‘અમે વૈજ્ઞાનિક, 200 ટકા ઇમાનદાર, અમારી રસી પાણી નથી’
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાનું નામ લીધા વિના કૃષ્ણા ઇલ્લાએ કહ્યું કે અમે 200 ટકા ઇમાનદાર ક્લિનિકલ ટ્રાયલ કરીએ છીએ અને હજી પણ અમને બેકલેશ મળે છે. જો હું ખોટો હોઉં તો મને કહો. કેટલીક કંપનીઓએ અમારી રસીને ‘પાણી’ જેવી ગણાવી છે. હું તેમને ના પાડવા માંગુ છું. આપણે વૈજ્ઞાનિકો છીએ. અમારા ટ્રાયલ પર કોઈ પ્રશ્નો ના કરશો.
પૂનાવાલાએ કોરોના રસી પર આ કહ્યું હતું
વાત એમ છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ રવિવારે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોરોનાની સામે માત્ર ત્રણ રસી જ અસરકાર છે. ફાઈઝર, મોડર્ના અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા અને બાકીની માત્ર ‘પાણીની જેમ સલામત’ છે.
ઓક્સફર્ડ રસીના ડેટા પર કોઈ પ્રશ્ન ઉઠાવતું નથી: ઇલ્લા
ક્રિષ્ના ઇલ્લાએ કહ્યું કે અમેરિકા અને યુરોપે યુકેની એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડ રસી માટેના પરીક્ષણ ડેટાને મંજૂરી આપવાની ના પાડી દીધી હતી કારણ કે તે સ્પષ્ટ નહોતું પરંતુ કોઇએ પણ ઓક્સફર્ડ રસીના ડેટા પર કોઈ પ્રશ્ન ઉઠાવી રહ્યું નથી.
‘સલામત અને અસરકારક રસી ઉત્પાદનનો અમારો રેકોર્ડ’
કૃષ્ણા ઇલ્લાએ કહ્યું કે અમારી પાસે સલામત અને અસરકારક રસી ઉત્પાદનનો રેકોર્ડ છે. રસીનો તમામ ડેટા પારદર્શક છે. ભારત બાયોટેકના પ્રમુખ કૃષ્ણા ઇલ્લાએ જણાવ્યું હતું કે રસીના પૂરતા ડેટા જાહેર થઈ ચૂક્યા છે. લોકો માટે ડેટા ઓનલાઇન ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે આ રસીને એટલા માટે નિશાન બનાવામાં આવી રહી છે કારણ કે આ એક ભારતીય કંપનીનું ઉત્પાદન છે. આપને જણાવી દઈએ કે કોવેક્સીનની મંજૂરી પર ઉદ્યોગના નિષ્ણાતો અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે અને ત્રીજા તબક્કાના ડેટાના હોવા પર ચિંતા વ્યક્ત કરી છે.
‘ત્રીજા તબક્કાના ટ્રાયલના ડેટા માર્ચ સુધીમાં ઉપલબ્ધ થશે’
તેમણે કહ્યું કે કોવેક્સિન મેડિકલ આવશ્યકતાઓને પૂરી કરે છે. તેણે શ્રેષ્ઠ પરિણામો આપ્યો છે. તેના ઉપયોગથી રોગ પ્રતિકારક્ષમતા ઝડપથી વધે છે. તેમણે કહ્યું કે કોવેક્સિનની ટ્રાયલના ત્રીજા તબક્કાથી સંબંધિત ડેટા માર્ચ સુધીમાં ઉપલબ્ધ થશે. ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે વચગાળાનું વિશ્લેષણ હજુ સુધી કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું અમે 200 ટકા ઇમાનદારીતી ક્લિનિકલ ટ્રાયલ કરીએ છીએ અને છતાં અમારી ટીકા થઈ રહી છે. તેમણે કહ્યું કે ભારત બાયોટેક રસી ફાઇઝરની રસી કરતાં હલકી ગુણવત્તાવાળી નથી. તેમણે કહ્યું હતું કે ભારતીય કંપનીઓને નિશાન બનાવવામાં આવી રહી છે અને તેમને ‘ખરાબ’ કહેવામાં આવી રહ્યા છે.