India

ફરિદાબાદમાં સામે જ ઉભેલા ગેંગસ્ટર વિકાસ દુબેને પોલીસે જોયો પણ ખરો પરંતુ…

 352 Total Views

ફરિદાબાદમાં વિકાસ દુબે પોલીસના હાથ આવતા આવતા બચી ગયો છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જણાય છે કે, તે કેવી રીતે પોલીસ આવે તે પહેલા જ બિંદાસ્ત રીતે એક રિક્ષામાં સવાર થઈને ભાગી જાય છે. ફૂટેજમાં વિકાસ રોડ પર ઉભો રહીને રિક્ષાની રાહ જોતો દેખાય છે. મિઠાઈની એક દૂકાન સામે ઉભેલો વિકાસ લગભગ 5 મીનીટ સુધી અહીં ઉભો રહીને રાહ જુએ છે.

ભાગેડૂ વિકાસને ખબર પડી કે મિઠાઈની દુકાન પર કેમેરા લાગેલા છે તુરંત તે ત્યાંથી હટી ગયો હતો. ફૂટેજમાં એ પણ સ્પષ્ટ દેખાય છે કે, વિકાસ રોડ પર ઉભો રહીને રિક્ષાની રાહ જુએ છે. અહીં તે 5 મીનીટ રાહ જુએ છે. પરંતુ ત્યાં સુધીમાં તેના ફોટો કેમેરામાં કેદ થઈ જાય છે.

ગેંગસ્ટર વિકાસ દુબે 2 જુલાઈની રાત્રે ગોઝારા હત્યાકાંડને અંજામ આપ્યા બાદ પોલીસને સતત હાથતાળી આપી રહ્યો છે. વિકાસ ભાગતો ફરે છે. આખરે વિકાસના સગડ હરિયાણાના ફરિદાબાદમાં મળ્યા છે. અહીં તે રસ્તા પર ઉભેલો અને ત્યાર બાદ ત્યાંથી રિક્ષામાં બેસીને ભાગતો જોવા મળે છે. રિક્ષાની રાહ જોઈ રહેલા વિકાસને પહેલા બે રિક્ષાચાલકો બેસાડવાનો ઈનકાર કરી દીધો. ત્યાર બાદ તે ત્રીજી રીક્ષામાં બેસીને આરામથી નાસી છુટ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.