GUJARAT

યાત્રાધામ ડાકોરમાં એસ.ટી. પીકઅપ સ્ટેન્ડનો જિર્ણોદ્ધાર કરાયો

 553 Total Views

નડિયાદ : ખેડા જિલ્લાના ડાકોરમાં ધાર્મિક આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે પીકઅપ સ્ટેન્ડનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.

યાત્રાધામ ડાકોરમાં નવરાત્રીના પ્રથમ દિવસે સંત વિજયદાસજી સેવાશ્રમ, દંડી સ્વામી આશ્રમ દ્વારા ભવન્સ કોલેજના બસસ્ટેન્ડનો જિર્ણોદ્વાર કરાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થી ભાઈબહેનો અને યાત્રીકોની સુવિધા માટે આ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. આ સ્ટેન્ડનો જિર્ણોદ્ધાર થતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી અને સ્થાનિક નાગરિકોએ પણ આ પહેલને વધાવી હતી.

નવા તૈયાર કરવામાં આવેલા પીકઅપ સ્ટેન્ડનું ઉદઘાટન ગુજરાત રાજ્યના મંત્રી જગદીશભાઈ પંચાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.