Business

સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ 2020-21 સીરીઝ-9માં લોકો રોકાણ કરી શકે છે.

 1,272 Total Views

સોના ને ભુખ્યાનુ ભાથુ માનવામાં આવે છે. પરંતુ આ જ સોનું  આજે રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આસમાને આંબતી કિંમતના કારણે સામાન્ય લોકો માટેતો સોનું ખરીદવુ એક સપનું બની ગયું છે. લોકો સોનું ખરીદવાની હિંમત જ નથી કરી શકતા. પરંતુ હવે બજાર કરતા સસ્તા ભાવે સોનું ખરીદવાની તક સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.

સોનુ ખરીદવાની ઇચ્છા સૌકોઇને હોય છે. ગોલ્ડને એક સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. જો કે સોનુ સતત મોંઘુ થઇ રહ્યું છે. તેના કારણે મોટાભાગના લોકો સોનુ ખરીદવાની હિંમત નથી કરી શકતા. પરંતુ હવે લોકો રોકાણ તરીકે બજાર ભાવ કરતાં સસ્તુ સોનુ પણ ખરીદી શકે છે. લોકો રોકાણ તરીકે સરકારની ગોલ્ડ સ્કીમ(Sovereign Gold Bond Scheme)માં પૈસા રોકી શકે છે.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના જણાવ્યા પ્રમાણે, સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ 2020-21 (Sovereign Gold Bond Scheme) સીરીઝ-9માં 28 ડિસેમ્બર 2020 એટલે કે આજથી લોકો રોકાણ કરી શકે છે. આ સીરીઝ એક જાન્યુઆરી 2021એ બંધ થશે. જે અંતર્ગત 5000 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમત નક્કી કરવામાં આવી છે. આમ 10 ગ્રામ એટલે કે, એક તોલા સોનાની કિંમત 50 હજાર રૂપિયા થશે. જે સોનાના બજાર ભાવ કરતાં ઓછી છે.

બોન્ડનું મૂલ્ય ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત સરળ સરેરાશ બંધ મૂલ્ય પર આધારિત છે. તેમાં મૂલ્ય નક્કી કરવા માટે 999 શુદ્ધતા વાળા સોનાના એપ્લીકેશન પીરિયડના ગત સપ્તાહના 3 કામના દિવસના સરેરાશ મૂલ્યને લેવામાં આવે છે. આ મામલે કારોબારી દિવસ 22થી 24 ડિસેમ્બર છે.

RBIના અનુસાર સરકારે કેન્દ્રીય બેન્ક સાથે ચર્ચા-વિચારણા બાદ ઑનલાઇન અરજી કરવા અને ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરવા પર રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ સીરીઝ-8ના ગોલ્ડ બોન્ડની કિંમત 5177 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી હતી. તે અરજી માટે 9 નવેમ્બરે ખુલ્યો હતો અને 13 નવેમ્બરે બંધ થયો હતો. આરબીઆઇ સરકારી ગોલ્ડ બોન્ડ 2020-21 ભારત સરકાર તરફથી જારી કરી રહી છે.

આ બોન્ડ અંતર્ગત રોકાણકાર એક ગ્રામના ગુણકમાં રોકાણ કરી શકે છે. તેમાં રોકાણનો સમયગાળો આઠ વર્ષ છે. પાંચમા વર્ષની યોજનાથી વ્યાજ ચુકવણીની તારીખથી બહાર નીકળવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. બોન્ડનું વેચાણ વ્યક્તિગત રૂપે અહીંના નિવાસીઓ, હિન્દુ અવિભાજિત પરિવાર, ટ્રસ્ટ, યુનિવર્સિટી અને પરમાર્થ સંસ્થાઓને જ કરવામાં આવશે. તેમાં વ્યક્તિગત રૂપે અને હિન્દુ અવિભાજીત પરિવાર પ્રતિ નાણાકીય વર્ષ લઘુત્તમ એક ગ્રામ સોના અને મહત્તમ ચાર કિલો સાના માટે રોકાણ કરી શકે છે.

કોણ કરશે સોનાનું વેચાણ

ગોલ્ડ બોન્ડનું વેચાણ બેન્કો (નાની ફાઇનાન્સ બેન્કો અને પેમેન્ટ બેન્કો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા, નામાંકિત પોસ્ટ ઑફિસ અને માન્યતા પ્રાપ્ત શેર બજારો (બીએસઇ અને એનએસઇ) દ્વારા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.