324 Total Views
અનલોકનાં તબક્કામાં સરકારે તમામ છૂટછાટો આપી દીધી છે. પણ કોરોના આપણા વચ્ચેથી ગયો નથી તે વાત વચ્ચે અમુક લોકો હવે ફરવા-રખડવાનું શરૂ કરી દીધું છે. અનલોકનો ફાયદો લઈ કેટલાક કહેવાતાં બુદ્ધિજીવીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી પહોંચ્યા હતા. જેમને પોલીસે રોક્યા અને માફી મંગાવી પરત મોકલ્યા હતા. પોલીસ સામે લોકો અનેક બહાના પણ બતાવતા હતા.
લોકડાઉન બાદ અનલોક ચાલી રહ્યું છે. ત્યારે થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે પણ હજુય પણ પ્રવાસન સ્થળો પણ પાબંદી છે. ત્યારે આજે કેટલાક લોકો અનલોકનો ફાયદો લઈ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં જોવા અને આ વિસ્તારમાં ફરવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે કેવડિયા નર્મદા માતાની મુર્તિ પાસે તેમને પોલીસે રોક્યા હતા.
રવિવારે રજાના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા 100થી પણ વધારે પ્રવાસીઓ આવ્યા હતા. અને જ્યારે પોલીસે તેમને અટકાવ્યા તો અમુકે કહ્યું કે, અમને ખબર નથી ,અમે તો મંદિર જઈએ છે, પણ તેમને ખબર નથી કે કયાં મંદિરે જાય છે. પણ આખરે પોલીસ કેસ કરવાની વાત કરે ત્યારે કહે છે કે ભૂલ થઇ ગઈ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફરવા આવ્યા છે.