671 Total Views
ટીવી અભિનેત્રી મહિમા મકવાણાને છાતીમાં દુખાવો થયો છે. તેને તેના ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી આપી. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેણે તેની તપાસ કરાવી છે. હાલ તે ઘરે છે આરામ કરી રહી છે અને રિપોર્ટની રાહ જોઇ રહી છે. પરંતુ આ દરમિયાન તે લોકોના બદલાતા વ્યહારને જોઇને ખૂબ દુખી છે. તેણે તેના આ દુખાવા અંગે ઇન્સ્ટા સ્ટોરી પર લોકોને જણાવ્યું છે.
મહિમાએ લખ્યું છે કે શુ કોરોના આપણને એકજુથ થવાની જગ્યાએ વિભાજીત કરે છે. શું કોરોનાએ લોકોની માનવતા કે સંવેદનાઓને આપણાથી છીનવી લીધી છે. આજે સવારે મને અચાનક છાતીમાં દુખાવો થયો મેં તેની પર ધ્યાન ન આપ્યું અને કામ કરવા માટે જતી રહી પરંતુ આ દુખાવો અચાનક વધી ગયો અને ધીમે-ધીમે ગભરામણ થવા લાગી.
મહિલમાંએ કેટલાક લોકોમાં વ્યવહાર પરિવર્તન અંગે તેની નોટમાં લખ્યું છે પરંતુ મને આશ્ચર્ય થયું મારી આસપાસના લોકોને લાગ્યું કે હું સંક્રમિત છું. તે બાદ તેમના વ્યવહારમાં પરિવર્તન આવી ગયું આ પ્રકારના સમયમાં માનવતા અને દયાની સૌથી વધારે જરૂરત છે તમે ક્યારેય નથી જાણતા કે તમારે ઇનડાયરેક્ટ એક્શન લેવાથી શું અસર પડી શકે છે.