1,733 Total Views
ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે ફરી એકવાર બંધ કરવામાં આવ્યું છે, જેથી જો તમે ક્રિસમસની રજાઓમાં ફરવાનો પ્લાન બનાવતા હોયા તો માંડી વાળજો. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના હુકમ પ્રમાણે આગામી તારીખ 25.26.27.30.31મી ડિસેમ્બરના રોજ પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ રહેશે. પરંતુ હા તા.28 અને 29 ડિસેમ્બરે પોળો ફોરેસ્ટ ખુલ્લું રહેશે. અહી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે યંગસ્ટર્સ મોટી સંખ્યામાં આવતા હોય છે. હમણાં 20 હજારથી વધુ લોકો આવતા સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવાયો છે.
ઉત્તર ગુજરાતના મીની કાશ્મીરમાં વધુ એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં સહેલાણીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આજથી 31મી ડિસેમ્બર સુધી પોલો ફોરેસ્ટમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્ષના છેલ્લા દિવસે સહેલાણીઓનો ધસારો વધતા આ નિર્ણય લેવાયો છે. આ જગ્યા પર ગુજરાતના અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. પરંતુ 28 તેમજ 29 ડિસેમ્બરે (સોમ-મંગળ) પોળો ફોરેસ્ટ ખુલ્લું રહેશે. છેલ્લે 20 હજારથી વધારે લોકો આવતા હોવાના પગલે પ્રતિબંધ લગાવ્યો છે. કોરોનાનું સંક્રમણ ટાળવા માટે હાલ કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
તમને જણાવી દઈએ કે,રાજ્યભરમાંથી પ્રવાસીઓ પોળો ફોરેસ્ટમાં આવતા હોય છે, જેથી અહી ભીડ વધી જતી હોય છે. લોકડાઉન બાદ ખૂલેલા પોળો ફોરેસ્ટમાં એટલી ભીડ વધી ગઈ હતી કે, એક કિલોમીટર સુધી પાર્કિંગ થયું હતું અને બાદમાં તંત્રને જંગલ બંધ કરવાની ફરજ પડી હતી. જેથી આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર સીજે પટેલ દ્વારા આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ ત્રણ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધી જાહેરનામુ અમલ રહેશે. તેથી ન્યૂ યરમાં ફરવા જનારા લોકો આ બાબતની ખાસ નોંધ લે. નહિ તો ત્યાં જઈને પસ્તાવાનો વારો આવશે.