Business

Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ ગૂગલ પર એકાધિકારનો આરોપ લગાવ્યો છે….

 497 Total Views

શુક્રવારે Google તેના પ્લે સ્ટોર પરથી લોકપ્રિય ચુકવણી એપ્લિકેશન Paytm દૂર કરી. જો કે થોડા કલાકો પછી તે ફરીથી રીસ્ટોર કરવામાં આવ્યું. પરંતુ અમેરિકન દિગ્ગજ ટેક કંપની ગૂગલના આ કૃત્યથી નારાજ, Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ ગૂગલ પર એકાધિકારનો આરોપ લગાવ્યો છે. તેઓનો આક્ષેપ છે કે ગૂગલે તેના બિઝનેસને વિસ્તૃત કરવા માટે તેના અધિકારનો દુરૂપયોગ કર્યો છે અને ગ્રાહકોને આકર્ષિત કરવાનો અયોગ્ય પ્રયાસ કર્યો છે.

શર્માએ કહ્યું કે તેમની કંપનીએ કંઇ ખોટું કર્યું નથી. Paytm 300 મિલિયનથી વધુ ગ્રાહકોને ભરોસો આપ્યો કે તેમના નાણાં સંપૂર્ણ સલામત છે. તેમણે દાવો કર્યો હતો કે Google નોટિસ આપતા પહેલા Paytm સામે એકપક્ષી કાર્યવાહી કરી હતી. Googleની ચુકવણી એપ્લિકેશન Google Pay અને Paytm વચ્ચે સખત સ્પર્ધા છે.

Google આ કારણ આપ્યુ હતુ
શર્માએ કહ્યું કે તેમની પાસે શક્તિ છે અને તે નિશ્ચિતપણે અમને પરેશાન કરી રહ્યા છે. ગૂગલે પોતાને લાભ મળે તે માટે અને Paytmને નવા ગ્રાહકો ઉમેરતા અટકાવવા માટે આ કર્યું છે. શર્માએ Google પર આરોપ લગાવ્યો કે તે પોતાના ફાયદા માટે આ કામ કરે છે.

ગૂગલે પ્લે સ્ટોર પરથી Paytmને હટાવવા પાછળનું કારણ જણાવ્યું હતું કે તે તેના પર સટ્ટો લગાવતા હતા. પરંતુ શર્માએ દાવો કર્યો હતો કે તેમની એપમાં કંઇ ખોટું થયું નથી.

97% સ્માર્ટફોન ગૂગલ દ્વારા નિયંત્રિત
Google , એડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા દેશના 97% સ્માર્ટફોન ઇકોસિસ્ટમને નિયંત્રિત કરે છે. ભારતના કાયદા Google પર લાગુ પડતા નથી, તે પોતાની નીતિ ચલાવે છે. Googleનું મુખ્ય મથક યુએસએના માઉન્ટન વ્યૂમાં છે. તેમણે કહ્યું કે, ચાઇનાના અલીબાબા ગ્રુપ Paytmમાં ​​સૌથી મોટું રોકાણકાર છે.

શર્માએ કહ્યું હતું કે સરકાર આત્મનિર્ભર ભારત પર ભાર આપી રહી છે અને તે જોવું જોઈએ કે કોઈ પણ વિદેશી કંપનીના હાથમાં ઘરેલુ વ્યવસાય પ્રભાવિત ન થવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published.